દર્શકોની આતુરતાનો આવ્યો અંત, તારક મેહતામાં આ પાત્રની થશે ધમાકેદાર એન્ટ્રી

 લોકોના અતિપ્રિય શો એવા તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ચાહકો માટે સારા સમાચાર છે. આ શોમાં ફરીથી નવા એપિસોડ જોવા મળશે તે વાત તો છે જ પરંતુ નવા એપિસોડમાં હવે દિશા વાકાણી એટલે દયા પણ જોવા મળશે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો એટલો લોકપ્રિય છે કે તેના રિપીટ એપિસોડ પણ લોકો જોવાનું ચુકતા નથી. આમ તો આ શોના દરેક પાત્ર ખાસ છે પણ વિશેષ મહત્વ દયા બેનનું છે. હવે આ દયાબેન ફરીથી એકવાર જોવા મળશે. જી હાં ટેલીવૂડની ગલીઓમાં ચાલતી ગપશપ અનુસાર દિશા વાકાણી હવે શોમાં પરત ફરવાની છે. દિશા વાંકાણીની ધમાકેદાર ટ્વિસ્ટ સાથે એન્ટ્રી કરવામાં આવશે.

 image source

એક મીડિયા રિપોર્ટ અનુસાર, દિશા વાંકાણી પરત ફરવાની સાથે આ શોમાં એક ખાસ સેલિબ્રેશન કરવામાં આવશે. મીડિયા રિપોર્ટ અનુસાર, દિશા વાંકાણીની એન્ટ્રી થશે આ સાથે જ આ શોના 12 વર્ષ પૂર્ણ કરવાની ઉજવણી કરવામાં આવશે. જણાવી દઈએ કે, દિશા વાંકાણીએ 2017માં મેટરનિટી લિવ પર ગઈ હતી. તે બાદ આજ દિવસ સુધી પાછી ફરી નથી. દિશાને પરત ફરવાને લઈને ઘણીં મુશ્કેલી આવી હતી જેમ કે, પેમેન્ટ વધારવાની માંગ તો કયારેક મેકર્સની નારાજગી. તો એક સમયે એવા અહેવાલ પણ સામે આવ્યા હતા કે, દયા ભાભીના પાત્રમાં બીજા કોઈ દયાનું પાત્ર નિભાવી શકે એવું ના હતું.


 image source

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનું શૂટિંગ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઇડલાઇન્સ મુજબ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવેશ. દર્શક એ જાણવા માટે ઉત્સાહિત છે કે મેકર્સ દિશાની એન્ટ્રીની સાથે તેમના માટે શું નવું લઈ આવી રહ્યા છે. આ અંગે પ્રોડ્યુસર આસિત કુમાર મોદીએ જણાવ્યું હતું કે આ અંગે વધુ વિગતો હાલ તે આપી શકે તેમ નથી. સમય આવશે ત્યારે તે વિગતો શેર કરશે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment