આ પાંચ સરળ યોગાસનોથી રાખો ખુદને જવાન અને ખુબસુરત

યોગ ખુબસુરત બનવા માટે અને ફીટ રહેવા માટેનો એક શાનદાર ઉપાય છે. અહી આપવામાં આવેલી યોગની કસરતો ચેહરાની ખુબસુરતી માટે છે જે ખીલ અને ચેહરાની કરચલીઓ દુર કરવામાં મદદ કરે છે.

image source

કપિંગ

યોગની આ કસરત કાળા કુંડાળાથી છુટકારો મેળવવા માટેનો એક આસાન ઉપાય છે. તમે આ કસરત કોઈ પણ સમયે ક્યાય પણ કરી શકો છો. તમારા હાથને એકસાથે રગડો, તેનાથી તમારી હથેળીમાં તાપ ઉતપન્ન થવો જોઈએ, ત્યારબાદ આ હથેળીને તમારી આંખ પર રાખો. આ મુદ્રામાં જ રહો અને શ્વાસ લો. આ કસરત એકવાર 30 સેકન્ડ સુધી કરો.

image source

કપાલ રંધા ધૌતી

તમારા અંગુઠાને તમારી કાનપટ્ટી પર રાખો. બે અથવા ત્રણ આંગળીથી તમારી આંખની આજુ બાજુ ચક્ર બનાવો જેની શરૂવાત ભમર હેઠળથી કરો. ફક્ત એક જ દિશામાં ચક્ર બનાવવું. હવે તમારા માથા બાજુ આવો અને અહી નરમ પણ તેજ ગતિથી બ્રશ સ્ટ્રોક બનાવો. આવું કરતા કરતા ધ્યાન કેન્દ્રિત રાખો અને ઊંડો શ્વાસ લો.

image source

લટકતી ઠોડી અને ગાલ માટે

શ્વાસ અંદરની બાજુ ખેંચો અને તમારું માથું જમણી બાજુ ઘુમાવો. શ્વાસ બહારની બાજુ છોડો અને તમારી ઠોડીને ઉપરની બાજુ ઉઠાવો. તમારા હોઠોને સંકોડી ગરદનની ત્વચાને ખેંચો. ઠોડીને પછી વચ્ચેની બાજુ લાવો. હવે બીજી બાજુ પણ આવું જ કરો.

image source

કપાલ ભાતી

યોગથી શાનદાર ચમક મેળવવા માટે આ સરળ આસન છે. ધ્યાન લગાવવાવાળી આરામદાયક મુદ્રામાં બેસી જાઓ. માથું અને કરોડરજ્જુ સીધી હોવી જોઈએ. તમારા હાથને ઘૂંટણ પર ચિન અથવા ‘જ્ઞાન’ મુદ્રામાં રાખો. શ્વાસ બહારની બાજુ છોડો જેથી પેટની માંસપેશીઓમાં તીવ્ર સંકોચન પેદા થાય. શ્વાસને અંદરની તરફ ખેંચવાની પ્રક્રિયા પેટની માંસપેશીઓને આરામની સ્થિતિમાં આવે ત્યારે આપમેળે થવી જોઈએ. .

image source

સંસાગ આસન

લોહીના પ્રવાહ પ્રણાલી માટે આ આસન ઉત્તમ છે. લોહી ને માથા તરફ લાવવાથી ચહેરાની ત્વચા પુનર્જીવિત થાય છે. સૌથી પહેલા તેમાં વજ્ર આસનમાં બેસો. હવે આગળની તરફ નમો અને માથાનો આગળનો ભાગ જમીન પર રાખો. જેટલું સંભવ થઈ શકે માથાને ઘૂંટણની નજીક લાવો. હાથ વડે પગની ઘૂંટી પકડો. આ મુદ્રા માં રહી શ્વાસ લો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment