ઊંઘ લાવવા માટે મદદ કરશે આ સરળ ઉપાયો, એકવાર જરૂરથી અપનાવો

શું તમે પણ અનિંદ્રાથી પીડાઈ રહ્યા છો? આજે અમે તમને જણાવીશું કે કઈ રીતે તમે આ અનિંદ્રાની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. આવો જાણીએ તેની અમુક શાનદાર ટીપ્સ..

image source

તમારા ડાબા નસકોરા દ્વારા શ્વાસ લો

આ યોગ પદ્ધતિ તમારા બ્લડ પ્રેશરને ઘટાડે છે અને તમને શાંત કરે છે. જો તમને ઉંઘ નાં આવતી હોઈ  તો તમારી ડાબી બાજુ સુઈ અને તમારી આંગળીથી તમારા નાકની જમણી નસકોરી બંધ કરો અને પછી ડાબા નસકોરાથી ધીમે ધીમે શ્વાસ લો. તેનાથી તમને ધીરે ધીરે ઊંઘ આવી જશે.

image source

તમારી માંસપેશીઓને આરામ આપો

શરીરની બધી માંસપેશીઓને આરામ આપવાથી ઊંઘ જલ્દી આવે છે. ચિંતા નિષ્ણાત ચાર્લ્સ લિંડન કહે છે કે તમારી પીઠના બળ પર સુઈ જાઓ અને નાકથી લાંબા અને ધીરે ધીરે શ્વાસ લો. તેની સાથે તમારા પગની આંગળીઓને જોરથી તળિયા તરફ ખેંચી અને તેને નીચેની તરફ રગડો ત્યાર પછી આંગળીઓને ઢીલી છોડી દો. આ પ્રક્રિયાને વારંવાર કરવાથી તમને સારી ઊંઘ આવશે.

જાગતા રહેવાની કોશિશ કરો

જો તમને રાત્રે ઊંઘ નથી આવતી તો તમે તમારી જાતને જાગતા રહેવાની ચુનોતી આપો. આ પ્રક્રિયાને વિરોધાભાસ કહેવાય છે. મનોચિકિત્સક જુલી હિસ્ટનું કહેવું છે કે તમારી આંખો ખુલ્લી રાખો અને આ વારંવાર બોલો કે “હું ઉંઘીસ નહીં”. આવું કરવાથી, તમારી આંખોના સ્નાયુઓ થાકી જશે. જેથી તમને ઊંઘ આવવા લાગશે.

image source

તમે દિવસમાં શું શું કર્યું તેને ઉલટા ક્રમમાં વિચારો

તમે દિવસમાં શું શું કર્યું તેને ઉલટા ક્રમમાં વિચારો. જેમકે તમે રાત્રે શું કર્યું અને તેની પહેલા બપોરે શું શું કર્યું અને સવારે શું કર્યું. સેમી માર્ગો, જે પ્રખ્યાત પુસ્તક “ધ ગુડ સ્લીપ ગાઇડ” ના લેખક છે, તેનું કહેવું છે કે આવું કરવાથી તમે નિંદ્રાની સ્થિતિમાં આવી જશો.

image source

અમુક બિંદુઓને દબાવો

આપણા શરીરમાં એવા ઘણા બિંદુઓ છે જેને દબાવવા થી આપણને ઊંઘ આવી જાય છે. ડો.ઇડ્ઝિકોવ્સ્કી કહે છે, “તમારા અંગુઠાને તમારી ભમર વચ્ચે 20 સેકંડ સુધી રાખો અને પછી તેને આરામથી દૂર કરો.”  આ પ્રકિયાને બે ત્રણ વાર કરવાથી સારી ઊંઘ આવશે.

image source

ઊંડો શ્વાસ લો

સ્વાભાવિક રૂપથી શ્વાસ લેવાથી પણ તમને ઊંઘ આવવા લાગે છે. “The NightWave Sleep Assistant” જેની કિમત 3,246 રૂપિયા છે. આ એક એવું ઉપકરણ છે જે તમારી રૂમમાં લગાવવાથી તેમાં લીલી રોશની નીકળે છે જેની સાથે તમે તમારો શ્વાસ કેન્દ્રિત કરો છો. તેનાથી તમને 7 મીનીટની અંદર ઊંઘ આવી જશે.

image source

ઊંઘ આવવાનો મંત્ર

જે લોકો હિંદુ ધર્મમાં જોવા મળતી મંત્ર શક્તિઓ પર વિશ્વાસ રાખે છે તે આ મંત્રનો જાપ ઊંઘ લાવવા માટે કરી શકે છે.

ʹशुद्धे-शुद्धे महायोगिनी महानिद्रे स्वाहा।ʹ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment