સમય ના અભાવને કારણે ઘણા લોકો કેમિકલવાળા પદાર્થ નો ઉપયોગ કરે છે જે નુકસાનકારક સાબિત થાય છે. ધૂળ અને પ્રદૂષણ વાળ ઉપર ખરાબ અસર કરે છે, જેનાથી વાળ સૂકા અને ખરાબ દેખાય છે. લોકોમાં વાળ ખરવા તેમજ સફેદ વાળની સમસ્યા વધુ જોવામાં આવે છે. આ સમસ્યાથી લોકો હેરાન થતા નથી કારણકે લોકોનું લાઈફસ્ટાઈલ ખૂબ ખરાબ થઈ ગઈ છે. મોટાભાગના લોકો ખરાબ ખોરાક અને પ્રદૂષિત વાતાવરણમાં જ રહે છે. આવી પરિસ્થિતિમાં વાળ પર વધુ ધ્યાન આપવું જરૂરી બને છે. પરંતુ સમયના અભાવના કારણે મોટાભાગના લોકો કેમિકલ યુક્ત પદાર્થનો ઉપયોગ કરે છે જેના કારણે વાળને નુકશાન થાય છે. ઘરેલું નુસખાનો ઉપયોગ વાળને ચમકતા અને મજબૂત બનાવવા માટે પણ કરી શકાય છે.
ઇંડા અને દહીં:
મોઇશ્ચર ના અભાવને લીધે વાળ સુકા અને ખરાબ બને છે. ઇંડા નો ઉપયોગ વાળ પર કરવાથી વાળ નરમ અને ચમકદાર બને છે. ઇંડા માં ફેટી એસિડ્સ, લેક્ટીન અને પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. જે વાળને જરૂરી પોષણ આપે છે. જેથી દહીં વાળ માટે પણ ફાયદાકારક હોઈ શકે છે. દહીંને વાળ માટે એક સારું કન્ડિશનર માનવામાં આવે છે, જે વાળને નરમ અને ચમકદાર બનાવવામાં મદદ કરે છે.
કેવી રીતે બનાવવું હેરપેક:
પોતાના વાળની લંબાઈ મુજબ ઇંડા અને દહીં લો. જો તમે એક કે બે ઇંડા વાપરી રહ્યા છો, તો પછી 2 ચમચી દહીં લો. આ પેક બનાવવા માટે તમારે ઈંડાનો પીળો ભાગ દૂર કરવો અને સફેદ ભાગ સાથે દહીંને 2 મિનિટ સુધી સારી રીતે મિક્સ કરવું. હવે આ પેકને વાળમાં લગાવો. આ પ્રવાહી ને 40 મિનિટ થી 1 કલાક સુધી વાળમાં રહેવા દો અને પછી સ્વચ્છ પાણીથી પોતાના વાળ ધોઇ નાખો. અને ત્યારબાદ બીજા દિવસ પોતાના વાળને શેમ્પૂથી ધોઈ લેવા.
આ ઉપાય ની પણ લઈ શકો છો મદદ
વાળને ખરતાં દૂર કરવા માટે મધનો ઉપયોગ પણ એક સારો વિકલ્પ હોઈ શકે છે. તે વાળને ફક્ત ચમકતા નહીં, પરંતુ વાળને નરમ પણ બનાવે છે. જો તમે ઇચ્છો તો નાળિયેર તેલમાં કેળાની પેસ્ટ નાખીને વાળ પર લગાવો. 20 થી 25 મિનિટ પછી વાળ ધોવો. આ વાળ રેશમી અને ચમકદાર બનશે.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team