જો તમે તમારા પેટની ચરબી ઓછી કરવા ઇચ્છો છો તો નિયમિત રૂપે તમારે દિવસમાં 30 મિનિટ સુધી યોગ અને એક્સરસાઇઝ કરવી. અને આ સ્પેશ્યલ જ્યુસ પીવું. ખરાબ લાઈફસ્ટાઈલ, વધારે ખાવાથી, યોગ ન કરવાથી વજન વધે છે તેમજ ઘણી બીમારીઓના શિકાર પણ બનીએ છીએ. દુનિયામાં મોટાભાગના લોકો ભારે શરીરથી હેરાન છે. શરીર ના અંદર રહેલ ચરબી ઓછી કરવી બહુ મુશ્કેલ કામ છે. દરરોજ ડાયટિંગ, એક્સરસાઇઝ સાથે સાથે કેટલાક ઘરેલુ ઉપાય થી આ સમસ્યાના નિવારણ કરી શકાય છે.
જો તમે તમારે ચરબી ઝડપી થી ઓછી કરવા માંગો છો તો નિયમિત રીતે તમારે દિવસમાં 30 મિનિટ એક્સરસાઇઝ કરવી પડશે. આના સાથે તમારે આ જ્યુસ પીવો પડશે અને ધીમે ધીમે ચરબી ઓછી થશે.તેમજ આના સાથે તમને ઘણા ફાયદા થશે જેમ કે તમને ડાયાબિટીસ, બ્લડ પ્રેસર, હાર્ટ અટેક જેવી બીમારીઓથી તમને રાહત મળશે. જાણો આ જ્યુસ વિશે.
વધારાની ચરબી દૂર કરવા માટે :
એક ચમચી સફરજનનો રસ
1 લીંબુની છાલ
1 ચપટી દેશી મરચું
પાણી
આ રીતે બનાવીએ સ્પેશિયલ જ્યુસ
સૌથી પહેલા એક વાટકીમાં 300 એમએલ જેટલું પાણી લઈને ગરમ કરો. આ પછી તેમાં લીંબુની છાલ નાંખો. તમે નાના ટુકડાઓ કાપી અને ઉમેરી શકો છો. થોડીવાર એને ગરમ થવા દો અને પછી ગેસ બંધ કરો. હવે તેમાં સફરજનનો રસ અને દેશી મરચું ઉમેરો તેને દસ મિનિટ સુધી મૂકી રાખો. પછી તેને ચારણી દ્વારા ગાળી લેવું. અને આનું સેવન સવારે અને સાંજે જમવાની 40 થી 45 મિનિટ પહેલા આનું કરવું.
તમને જણાવી દઈએ કે દેશી મરચામાં તત્વો જોવા મળે છે જે મેટાબોલિઝમ વધારવામાં મદદ કરે છે. સફરજનના રસ ના એવા પોષક તત્વો હોય છે કે જે જમ્યા પછીના ચરબી વધારે તેવા તત્વોનો નાશ કરે છે. તેમજ લીંબુ ચરબી ઘટાડવામાં મદદ કરે છે.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team