કોરોનાવાયરસ રોગચાળો ઘણા લોકોને તેમના પરિવારો અને મિત્રોથી દૂર રાખે છે, લગ્ન અને મેળાવડા માટેની ઘણી યોજનાઓ બગડી છે અને વિશ્વને એક સ્થિર સ્થિતિમાં લાવ્યું છે. તેમ છતાં, કેટલાક તેમના પ્રિયજનને મળવા અને અવરોધો હોવા છતાં તેમના જીવનને આગળ વધારવામાં સફળ થયા છે.
બ્રિટેનના લંડનમાં એક ડોક્ટર અને એક નર્સએ કોરોના વાયરસની મહામારી વચ્ચે હોસ્પિટલમાં જ લગ્ન કરી લીધા. ખુબસુરત સમારોહથી તસવીરો હવે સોશલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. અંદાજ મુજબ 34 વર્ષના જન ટીપીંગ અને 30 વર્ષની અન્નલન નવરત્નમને ઓગસ્ટમાં લગ્ન કરવાનો પ્લાન કેન્સલ કરવો પડ્યો. દંપતીને ડર હતો કે તેનો પરિવાર લગ્નમાં શામેલ થવા માટે ઉત્તરી આયરલેન્ડ અને શ્રીલંકા થી બ્રિટેનની યાત્રા કરી નહી શકે. એટલા માટે તેમણે એપ્રિલમાં લંડનના સેંટ થોમસ હોસ્પિટલ માં લગ્ન કરી લીધા. આ દરમ્યાન દુલ્હો અને દુલ્હન ના દોસ્ત અને પરિવાર ના લોકો શામેલ થયા.
A doctor and nurse from St Thomas’ who had to cancel their wedding due to the #coronavirus outbreak have got married in the hospital’s historical chapel.
Read about Jann and Annalan’s special day and why it meant so much to them to tie the knot at work https://t.co/ECH4nJuBSo pic.twitter.com/tz6T0jj2Bi
— Guy’s and St Thomas’ (@GSTTnhs) May 26, 2020
હોસ્પિટલ ના બયાન મુજબ, દુલ્હન ટીપીંગએ કહ્યું, “અમે ઇચ્છતા હતા કે દરેક જણ સ્વસ્થ રહે, ભલે અમારા પ્રિયજનો અમને સામે નહી પરંતુ સ્ક્રીન પર જ જોતા હોય.” ત્યાં જ હોસ્પિટલનું નિવેદન જારી કરતી વખતે કહ્યું – દંપતીએ અમને લગ્ન કરવાની વિનંતી કરી અને અમને ખુશી છે કે જ્યારે આટલું બધું ચાલતું હોય ત્યારે એવામાં બંનેએ આ નિર્ણય કર્યો.
24 એપ્રિલે કપલ એ લગ્ન કર્યા જે હોસ્પિટલએ હાલમાં જ તેના ટ્વીટર એકાઉન્ટથી શેર કર્યું છે. આ તસ્વીરો સામે આવ્યા બાદ દરેક લોકો આ દમ્પંતી ને શુભકામનાઓ આપી રહ્યા છે.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Shivani & FaktGujarati Team