શું તમને પણ Work from Home કરવાથી ગરદન અને પીઠનો દુ:ખાવો સતાવી રહ્યો છે? રાહત આપશે સ્ટ્રેચિંગ એક્સરસાઈઝ

લાંબો સમયે બેસી અથવા યોગ્ય રીતે નહીં બેસવાથી કેટલાંય મુશ્કેલીઓ ઉભી થાય છે. સતત લાંબો સમય બેસી રહી કામ કરવાથી ગરદન તથા પીઠના દર્દ થાય છે આ દુ:ખાવો લાંબા સમયે કાયમી મુશ્કેલી પણ સર્જે છે. હાલ લોકડાઉનનો સમય ચાલી રહ્યો છે ત્યારે લોકોને પોતાની ઓફીસ કે કામના સ્થળે કામ કરવાને બદલે કામ કરવાની તક મળી છે ઘરેથી કામ કરતી વેળાએ ઓફીસમાં બેસી જે રીતે કામ થતું હોય તેના બદલે અલગ સ્થિતિમાં બેસી કામ પણ કરવામાં આવતું હોય છે. આવી સ્થિતિમાં શરીરને નુકશાન થઇ શકે છે. આ સમસ્યાનુ સમાધાન સ્ટ્રેચિંગ એક્સરસાઈઝમાં છિપાયુ છે.

image source

અત્યારે ઓફિસનું તમામ કામ ઓનલાઇન થઈ રહ્યું છે. કલાકો સુધી ખુરશી પર બેસવું મજબૂરી છે, પરંતુ ગરદનનો તાણ શા માટે સહન કરવો ? આમાં ‘નેક રોલ એક્સરસાઈઝ’ તમને આરામ આપશે. પીઠ સીધી રાખો અને તમારી ગરદન નીચે નમાવો. . પાછળનો ભાગ સીધો રાખો અને તમારી ગળાને નીચે તરફ નમવો, પછી ધીમે ધીમે બધી દિશાઓમાં ફેરવો.

image source

ક્યારેક વિડિઓ કોલ, તો ક્યારેક ફોન કોલ.આખો દિવસ આમ જ પસાર થઈ જાય છે. પરિણામ પીઠ, ગરદન કે ખભામાં દુ:ખાવો.
ચેસ્ટ ઓપનર અભ્યાસ, ચેસ્ટ જ નહી ખભા અને બેક પેઈનમાં પણ આરામ આપશે. તમારા હાથ પાછળ લઈ જાવ. શક્ય તેટલી છાતીને સામે લાવવાનો પ્રયાસ કરો. શ્વાસ સામાન્ય રાખો.

ઘર અને ઓફિસમાં કામ કરતી વખતે ઘણી વાર વ્યક્તિને ખભામાં ભારેપણું લાગે છે. આવી સ્થિતિમાં, શૉલ્ડર સ્ટ્રેચિંગ કરવાથી આરામ મળશે. મેટ પર આરામની મુદ્રામાં બેસો. કમર સીધી રાખો. પછી ખભાને ધીમેથી આગળથી પાછળ અને પાછળની આગળ ફેરવો.

image source

ઘરમાં બેઠાં બેઠા જો તમારુ શરીર અકડાવવા માંડે છે. આ માટે પગને એ રીતે ક્રોસ કરો કે જમણા પગના સ્થાન પર ડાબો પગ આવી જાય અને ડાબા પગના સ્થાન પર જમણો પગ આવી જાય. આ રીતે સીધા ઉભા રહો. હવે આગળની તરફ નમો. તમારા માથાને ધીરે ધીરે તમારા જમણા ઘૂંટણ પાસે લઈ જાવ. 15-30 સેકંડ આ સ્થિતિમાં રહો.

આખા શરીરની સ્ટ્રેચિંગ માટે હેમસ્ટ્રિંગ સ્ટ્રેચ કરી શકો છો. આ માટે તમારી પીઠ પર થોડુ ફોકસ કરવાનુ છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment