ભારતમાં વિશ્વના કોઇપણ દેશ કરતા સોનાની ખરીદી સૌથી વધારે થાય છે. સોનાના આભુષણની દિવાનગી અહીં સૌથી વધારે છે. પછી તે દક્ષિણ ભારતની મહિલાઓ હોય કે ભારતભરની કોઇ પણ વ્યક્તિ. લોકો ઘણે અંશે સોનાને શુકનિયાળ પણ માને છે અને એકાદ સોનાનું આભુષણ તો હોવું જ જોઇએ એવી માન્યતા પણ ધરાવે છે. ગળાથી લઇને હાથ અને પગ સુધીના વિવિધ સોનાના આભુષણો પહેરવાનો ભારતીયોમાં બહેદ શોખ છે.
અહીં અમે તમને જણાવવા જઇ રહ્યાં છીએ એક એવી વ્યક્તિ વિશે જેની સામે મુકેશ અંબાણી જેવા ધુરંધર બિઝનેસમેન પણ સોનાની બાબતમાં ફિક્કા સાબિત થાય!
વાત છે મહારાષ્ટ્રના સની વાઘચોરેની. આ માણસ સોનાનો એટલો દિવાનો છે તેની પાસે ફોનથી લઇને બુટ સુધીની બધી વસ્તુ સોનાની છે!આ ઉપરાંત ગળામાં અને હાથમાં પણ સની થોકબંધ સોનું પહેરે છે. આજકાલ સની વાઘચોરે તેના આ ભવ્ય શોખથી ઘણો ચર્ચામાં છે.
સની કહે છે કે,પોતાને બાળપણથી જ સોના પ્રત્યે અદ્ભુત આકર્ષણ છે. માટે તે આજે આજે આટલું સોનું શરીર પર પહેરીને ફરી શકે છે. સનીના શરીર પર સોનાના કેટલાયે આભુષણ જોવા મળે છે. એટલે સુધી કે,તેમના બુટ પણ સોનાના છે!
સની વાઘચોરેને બોલિવુડ સાથે બહુ અંદરનો સબંધ હોવાની વાત છે. જાણીતો અભિનેતા વિવેક ઓબરોય તેનો મિત્ર છે. સનીએ વિવેક સાથે એક ફિલ્મમાં કામ કરીને સ્ક્રીન શેરીંગ પણ કરેલું છે.
સનીનો સોના પ્રત્યેનો ગાંડો શોખ લોકોની નજરમાં આવેલો જ્યારે તે કપિલ શર્માના કોમેડી શોમાં ટીવી પર દેખાયો હતો. ગળામાં થોકબંધ ચેનની સાથે તેણે બુટ પણ સોનાના પહેરેલા એ જોઇને કપિલ શર્મા હાસ્યના અંદાજમાં તેમના પગે પડી ગયેલો. આ શોમાં વિવેક ઓબરોય અને સની બંને સાથે દેખાયેલા.
સની વાઘચોરે ગળામાં સોનાના વિવિધ પ્રકારના ઘણા ચેન પહેરવાની સાથે હાથમાં સોનાના કડા,સોનાનો બ્રેસલેટ અને ઘડીયાળ પણ સોનાની પહેરે છે. સૌથી ચર્ચાસ્પદ વાત એ છે કે,તેમના બુટ પણ સોનાના છે. સની પાસે ગોલ્ડન કલરની ઓડી કાર પણ છે. અને તેમની પાસે રહેલો એપલનો આઇ-ફોન પણ ગોલ્ડ પ્લેટેડ છે.
સની વાઘચોરે મહારાષ્ટ્રના પુણે પાસે આવેલા પિંપરી ચિંચવાડનો વતની છે. તે જાહેરમાં પોતાના શરીર પર ઘણી માત્રામાં સોનું લઇને ફરતો હોઇ પોતાની સુરક્ષા માટે તે બે સિક્યુરીટી બોડીગાર્ડ પણ રાખેલા છે. કહેવાય છે કે માત્ર સની જ નહી,તેનો એક મિત્ર પણ સોનાનો આવો શોખીન છે અને તે પણ શરીર પર વિવિધ સોનાના આભુષણો પહેરીને જાહેરમાં ઉપસ્થિત થાય છે.
સોશિયલ મિડિયામાં સની વાઘચોરેના ફોટો વાઇરલ થયા છે. લોકો પ્રશ્નાર્થ ઉઠાવે છે કે તેની પાસે આટલી માત્રામાં સોનું આવ્યું ક્યાંથી?ઉલ્લેખનીય છે કે,મહારાષ્ટ્રમાં આ પહેલાં પણ ઘણાં ગોલ્ડના શોખીનો જાણીતા થયાં છે.
Story Author: Fakt Gujarati Team & Kaushal Barad
તમે આ લેખ ‘Fakt Gujarati‘ ના માધ્યમ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર
4 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ.. શું તમે હજી સુધી આપણું પેજ લાઈક નથી કર્યું???
મિત્રો, આ લેખ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો જય જય ગરવી ગુજરાત, જય ભારત