સ્ત્રીઓ માટે ઋતુચક્ર એ માન ના માન મૈં તેરા મહેમાન જેવું છે. ચૌદેક વરસ ની ઉમર થી લઈને લગભગ પચાસેક વરસ સુધી દર મહીને આવતું રહે છે. આ ઋતુચક્રમાં તેને ઘણા બધા પ્રકારની તકલીફોનો સામનો કરવો પડે છે. સામાન્ય રીતે દરેક મહિલાને માસિક ધર્મ દરમ્યાન પેટમાં અસહ્ય દુખાવો જેલવો પડતો હોઈ છે.
દરેક વખતે માસિક ધર્મ દરમિયાન એક સમાંતર હોતું નથી ક્યારેક આ દર્દ ખૂબ જ વધારે હોય છે તો ક્યારેક ખૂબ જ ઓછું હોય છે. આ સમય દરમિયાન માત્ર પેટમાં જ નહીં પરંતુ સાથળ, પગ અને કમરમાં પણ દર્દ થવા લાગે છે, કોઇપણ મહિલાને માસિક ધર્મ દરમિયાન કેટલું થશે તેની શારીરિક, માનસિક અને સ્વાસ્થ્યની સ્થિતિ પર આધાર રાખે છે.
માસિક ધર્મમાં ખૂબ જ વધારે દર્દ થવા પાછળ ઘણી બધી બીમારીઓ કે વિકાર પણ કારણભૂત હોય છે જોકે આ દશા માટે થાય છે, તેનું કારણ શું છે સાથે સાથે આ દર્દને ઓછું કરવા માટે ઘર પર કોઈપણ પ્રકારની આડઅસર વિના કઇ પદ્ધતિનો ઉપયોગ કરી શકાય છે તે વિશે અહીં જાણીએ.
ગર્ભાશયમાં ફાઈબ્રોઈડ, ઇન્ફ્લેમેટરી ડિસીઝ કે પછી એન્ડોમેટ્રીઅલ જેવી કોઈ બીમારી હોય તો વધારે દર્દનો અનુભવ થાય છે તેમ જ સેકન્ડરી ડીશમેનોરીયા કહેવામાં આવે છે. આ દુઃખાવો પિરિયડ શરૂ થતા પહેલા એક અઠવાડિયાથી શરૂ થાય છે, અને ક્યારેક કબજીયાતની સમસ્યા પણ ઉત્પન્ન થાય છે.
મહિલાઓના શરીરમાં બનનાર પ્રોસ્ટેગલેડીન રસાયણ માસિક ધર્મમાં થનારી સમસ્યાઓનું કારણ છે, જે ગર્ભાશયની માસપેશીઓના સંકોચનને વધારે છે. જે મહિલાઓમાં તેનું વધારે પ્રમાણ હોય છે તેનો સંકોચન વધારો થવાના કારણે પીરિયડ્સ દરમિયાન દુઃખાવો વધારે થતો હોય છે, અથવા આ સિવાય પણ ઘણા બધા કારણો છે જેના કારણે મહિલાઓને દર્દનો અનુભવ થતો હોય છે.
એન્ડોમેટ્રીઓસીસ ગર્ભાશયની બહાર ઉતક હોવું , ફાઈબ્રોઈડ અને એડીનોમાયોસીસ- ગર્ભાશયની અંદર જ વિકાર થવો, પ્રજનન અંગોમાં સંક્રમણ, એકટોપિક પ્રેગનેન્સી- જેમાં ગર્ભાશય ની જગ્યાએ બાળકનું ફેલોપિયન ટ્યૂબમાં આવી જાય છે, આઇયુડી- જે ગર્ભ નિરોધક ઉપકરણ છે, અંડાશય માં શિસ્ટ કે ગાંઠનું હોવું, સંકુચિત ગર્ભાશય ગ્રીવા વગેરે કારણો હોઈ શકે છે.
જો તમારી ખાવા પીવાની આદત બરોબર ન હોય તો માસિક દરમિયાન દુખાવો વધારે થઈ શકે છે. આ સિવાય તમે નિયમિત રૂપે વ્યાયામ ન કરો ત્યારે પણ વધારે દર્દ થતું હોય છે. આ તમામ પ્રકારની સમસ્યાઓથઈ નીપટવા માટે કેટલાક ઉપાયો અહીં સમજાવવામાં આવ્યા છે. જેમ કે ગરમ પાણીની કોથળી કે હીટિંગ પેડનો ઉપયોગ કરવો, પેપરમિન્ટ કેલેન્ડર ઓઈલ વડે માલિશ કરવું, હર્બલ ચા પીવી આ ઉપરાંત ધૂમ્રપાન ક્યારેય ન કરવું જોઈએ અને વધારે માત્રામાં પાણી કે જ્યૂસનું સેવન કરવાથી આ અવસ્થામાં દુખાવાની સમસ્યાથી બચી શકાય છે.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Shivani & FaktGujarati Team