એક ચકલી અને ખેડૂતની મોટીવેશન સ્ટોરી – 5 મિનિટ કાઢી ને જરૂર વાચો

એક ગામમાં એક ખેડૂત રહેતો હતો. તેની ગામની બહાર એક નાનું એવું ખેતર હતું. એકવાર ફસલ ઉગાડયાના અમુક દિવસો બાદ એક ચકલીએ તેના ખેતરમાં માળો બનાવ્યો. થોડો સમય વીત્યા બાદ ચકલીએ ત્યાં 2 ઈંડા આપ્યા. તે ઈંડામાંથી નાના નાના બે બચ્ચા નીકળી આવ્યા. તે ખુબ ખુશીથી તે ખેતરમાં પોતાનું જીવન વિતાવવા લાગી. થોડા સમય બાદ ફસલ કાપવાનો ટાઈમ આવી ગયો. ગામના બધા જ ખેડૂતો ફસલ કાપવામાં લાગી ગયા. આવે ચકલીઅને તેના બચ્ચાને તે ખેતર છોડી નવા સ્થાન પર જવાનો સમય થઈ થઈ ગયો હતો.

image source

એક દિવસ ચકલીના બચ્ચાએ ખેડૂતને એ કહેતા સાંભળ્યો કે કાલ મેં ફસલ કાપવા તેના પાડોશીને પૂછશે અને તેને ખેતર મોકલશે. આ સાંભળી ચકલીના બચ્ચા પરેશાન થઈ ગયા.તે સમયે ચકલી ક્યાંક ગઈ હતી. જયારે તે પાછી આવી ત્યારે તેના બાળકોએ ખેડૂતની પૂરી વાત કરી અને કહ્યું, માં, આજે આપણો છેલ્લો દિવસ છે, રાત્રે આપણે બીજા સ્થાન માટે અહીંથી નીકળવું પડશે. ચકલીએ જવાબ આપ્યો, આટલું જલ્દી નહી બાળકો. મને એવું લાગે છે કે કાલે ખેતરમાં ફસલની કાપણી નહી થાય.

image source

ચકલીની કહેલી વાત સાચી પડી. બીજા દિવસે ખેડૂતનો પાડોશી ખેતરમાં નાં આવ્યો અને ફસલની કાપણી ના થઈ શકી. સાંજે ખેડૂત ખેતરે આવ્યો અને ખેતરને જેમ તેમ જોઈ બબડવા લાગ્યો કે પાડોશી તો ના આવ્યો, એવું કરું કોઈ સંબંધીને કાલે મોકલું. ચકલીના બચ્ચા ફરી પરેશાન થઈ ગયા. જયારે ચકલીને આ વાત જણાવી તો તે બોલી, તમે લોકો ચિંતા ના કરો. આજે રાત્રે આપણે જવાની જરૂરત નથી. મને નથી લાગતું કે તેના સંબંધીઓ આવશે.

image source

આ વખતે પણ ચકલીની વાત સાચી પડી, ખેડૂતના સંબંધીઓ ખેતરે ના આવ્યા. ચકલીના બચ્ચા હેરાન હતા કે તેની માં દરેક વખતે સાચી પડી રહી છે. બીજા દિવસે ખેડૂતના સંબંધી ખેતરમાં નાં આવ્યા અને ફસલની કાપણી ના થઈ શકી અને ખેતરની સ્થિતિ જોઈ બબડવા લાગ્યો કે સંબંધી તો ના આવ્યો, હું ખુદ કાલે ફસલની કાપણી શરુ કરીશ.

image source

ચકલીના બચ્ચાએ ખેડૂતની આ વાત સાંભળી. અને જયારે તેની માં ને જયારે જણાવ્યું ત્યારે તે બોલી, બાળકો, હવે સમય આવી ગયો છે ખેત છોડવાનો. આજે રાત્રે જ આપણે આ ખેત છોડી બીજી જગ્યાએ ચાલ્યા જશું. બંને બચ્ચા હેરાન થઈ ગયા કે આ વખતે આવું કેમ, માં ખેતર છોડવા કેમ તૈયાર થઈ ગઈ. તેમણે પૂછ્યું, તો ચકલી બોલી, બાળકો પાછલી બંને વાર ખેડૂત કાંપણી માટે બીજા પર નિર્ભર હતો. પરંતુ આ વખતે તેમણે તેની જિમેદારી તેના પર લઈ લીધી, એટલા માટે તે કામ અવશ્ય થશે. એ જ રાત્રે ચકલી અને તેના બચ્ચા તે ખેતર છોડી ઉડી ગયા અને બીજે ચાલ્યા ગયા.

સીખ –

બીજાની સહાયતા લેવામાં કોઈ ખરાબી નથી, પરંતુ જો તમે સમય પર કામ શરુ કરવા ઈચ્છો છો તો તે કામની જિમ્મેદારી તમારે સ્વયં ઉઠાવવી પડશે. બીજા લોકો પણ તેની જ મદદ કરે છે જે ખુદની મદદ કરે છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

2 thoughts on “એક ચકલી અને ખેડૂતની મોટીવેશન સ્ટોરી – 5 મિનિટ કાઢી ને જરૂર વાચો”

Leave a Comment