જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે જ્યારે શનિ પોતાની વક્રી ચાલ બદલે છે ત્યારે ત્યારે તેની વ્યાપક અસર તમામ રાશિઓ પર પડે છે. શનિના વક્રી થવાથી જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તમામ ગ્રહોમાં શનિની ચાલ સૌથી ધીમી થઈ જાય છે. શનિને એક રાશિમાંથી બીજી રાશિમાં જવામાં અઢી વર્ષનો સમય લાગે છે.
આજથી 58 વર્ષ પહેલાં 1962માં 17 જુલાઈએ ચંદ્ર ગ્રહણ, 31 જુલાઈએ સૂર્ય ગ્રહણ અને 15 ઓગસ્ટે ફરી ચંદ્ર ગ્રહણ થયું હતું. તે સમયે પણ શનિ મકર રાશિમાં વક્રી હતો. આ વર્ષે 5 જૂનના ચંદ્રગ્રહણ દિવસમાં હોવાથી જોવા મળશે નહીં. 5 જૂન તથા 5 જુલાઈના બંને ચંદ્રગ્રહણ મંદ છે. એટલે તેનુ કોઇપણ ધાર્મિક અસર માન્ય રહેશે નહીં. કોઇપણ રાશિ ઉપર આ ગ્રહણની અસર થશે નહીં.
જૂન મહિનામાં બે અને જુલાઈમાં એક ગ્રહણ થશે. 5 જૂને ચંદ્ર ગ્રહણ, 21 જૂને સૂર્ય ગ્રહણ અને 5 જુલાઈએ ફરી ચંદ્ર ગ્રહણ થશે. આ સમયે શનિ મકર રાશિમાં વક્રી છે. આ વર્ષ પહેલાં 1962માં આવો યોગ બન્યો હતો. તે સમયે પણ શનિ મકર રાશિમાં વક્રી હતો અને સતત ત્રણ ગ્રહણ થયાં હતાં. 5 જૂને જેઠ મહિનાની પૂનમ છે. 21 જૂને જેઠ મહિનાની અમાસ છે. 5 જુલાઈએ અષાઢ મહિનાની પૂનમ છે. આ ત્રણેય તિથિએ ગ્રહણ થશે.
તમામ રાશિઓ ઉપર ગ્રહણની કેવી થશે અસર
મેષ, સિંહ, કન્યા, કુંભ રાશિ માટે સૂર્ય ગ્રહણ શુભફળ આપનાર સ્થિતિમાં રહેશે. આ લોકોને ભાગ્યનો સાથ મળી શકે છે.
વૃષભ, મિથુન, કર્ક, તુલા, વૃશ્ચિક, ધન, મકર અને મીન રાશિના લોકોએ સાવધાન રહીને કામ કરવું. આ લોકો માટે વિઘ્નો વધી શકે છે.
કુદરતી આફતના યોગ
મૃગશિરા નક્ષત્રનો સ્વામી મંગળ છે. મકર રાશિમાં સ્થિત વક્રી શનિની પૂર્ણ તૃતીય દૃષ્ટિ, મીન રાશિમાં સ્થિત મંગળ ઉપર પડી રહી છે. મંગળની સૂર્ય દૃષ્ટિ અને શનિ-ગુરુની યુતિ છે. ગ્રહોની આ સ્થિતિ મોટાં ભૂકંપનું કારણ બની શકે છે. સાથે જ, અન્ય પ્રાકૃતિક આપત્તિઓ આવવાના પણ યોગ બની શકે છે.અતિભારે વરસાદ કે ભારે ગરમીથી લોકો ત્રાહિમામ થઈ શકે છે. કુદરતી આફત આવતા જીવન પર અસર પડશે.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Shivani & FaktGujarati Team