આજના જમાનામાં ગોરી ત્વચા કોણ નથી ઇચ્છતું. જેને જોઈએ તે બધા જ ફેરનેસ ક્રીમ પાછળ ઘેલા થઈ ગયા છે. ખાસ કરી યુવતીઓને ગોરી ત્વચા મેળવવાની ખુબ ઈચ્છા હોઈ છે. તે અલગ અલગ પ્રકારની ફેરનેસ ક્રીમ લઈ તેનો ઉપયોગ કરતી હોઈ છે. પરંતુ શું તમે જાણો છો કે બજારમાંથી ખરીદેલી આ ફેરનેસ ક્રીમ લગાવવી સુરક્ષિત છે કે નહી ? એક સર્વે મુજબ ફેરનેસ ક્રીમ સુંદરતા તેમજ સ્વાસ્થ્ય પર આડઅસર કરે છે.
કારણ કે બધી જ ફેરનેસ ક્રીમ એવો દાવો કરતી હોય છે કે આ ક્રીમની મદદથી યુવતી અઠવાડિયામાં કે મહિનામાં ગોરી થઈ જશે. અને ગોરી થયા બાદ તે યુવતીનાં તમામ કામ સરળ થઈ જશે. ફેરનેસ ક્રીમ લગાવીને ગોરી થવા માંગતી યુવતીઓ એ નથી જાણતી કે ફેરનેસ ક્રીમની બનાવટમાં વપરાતું મર્કરી નામનું તત્વ ત્વચા અને સ્વાસ્થ્ય માટે સારું નથી.
મર્કરી ત્વચાનો રંગ ઉઘાડવાને બદલે ત્વચાને વધારે નુકસાન કરે છે. અને આ તત્વ ફેરનેસ ક્રીમની બનાવટમાં બહોળા પ્રમાણમાં ઉપયોગમાં લેવામાં આવે છે. વિશ્વભરના ડોક્ટર એ બાબતની મનાઈ ફરમાવી રહ્યાં છે કે, ફેરનેસ ક્રીમનો ઉપયોગ ન કરવો જોઈએ. કારણ કે મર્કરીને લીધે કિડનીની સમસ્યા થાય છે. તેમ જ નર્વસ સિસ્ટમને લગતી તકલીફો થતી હોય છે. માટે ફેરનેસ ક્રીમ ઉપયોગ કરતાં પહેલાં તેની બનાવટમાં કયા પદાર્થનો ઉપયોગ થયો છે તે જરૂર વાંચો.
ગોરા બનાવતા સાબુ કે ક્રીમનો સાવધાનીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. કોઈ પણ ક્રીમ ખરીદતાં પહેલાં તેની પર જોઈને ચકાસી લેવું કે તેની પર લિક્યોરસ લેખલું છે. જો લિક્યોરસ લખેલું હોય તો તે ઉત્પાદનમાં ચોક્કસપણે કેમિક્લ હશે. વધારે પડતાં ફેરનેસ ક્રીમના ઉપયોગથી ત્વચા પર હાઇપર પિગમેન્ટેશનની સમસ્યા થાય છે. માટે તમારો વાન જેવો છે તેવો સ્વીકારીને ગોરી ત્વચાનો મોહ છોડી દેવો જોઈએ. કારણ કે ગોરા બનવાની લાલસા ક્યારેક ત્વચાને મોટું નુકસાન કરી શકે છે.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Shivani & FaktGujarati Team