એક માણસ ઘણા દિવસથી ચિંતામાં ફરી રહ્યો હતો જેના લીધે તે ચીડચીડો અને તણાવમાં રહેવા લાગ્યો. તે એ વાતથી પરેશાન હતો કે ઘરના બધા જ ખર્ચા તેને જ ઉઠાવવા પડે છે. પુરા પરિવારની જવાબદારી તેના પર છે, કોઈને કોઈ રિશ્તેદારોનું તેને ત્યાં આવવા જવાનું લાગ્યું રહેતું. આ જ વાતોને વિચારી વિચારીને તે ખુબ જ પરેશાન રહેતો હતો અને બાળકોને ઘણીવાર રાડો પણ પાડતો હતો અને તેની પત્ની સાથે પણ ઝગડો ચાલતો રહેતો.
એકવાર તેનો દીકરો તેની પાસે આવ્યો અને બોલ્યો પિતાજી મારું સ્કુલનું લેશન કરાવી દો. તે માણસ પહેલેથી જ તણાવ માં હતો તો તેણે તેના દીકરાને જોરથી બુમ પાડી ભગાડી દીધો. પરંતુ થોડીવાર પછી જયારે તેનો ગુસ્સો શાંત થયો તો તે તેના દીકરા પાસે આવ્યું અને જોયું તો તે તેના હાથે જ હોમવર્ક કરી રહ્યો હતો. તેણે આ કોપી લઈને જોયું અને તેની નજર હોમવર્કના ટાઈટલ પર પડી અને તેને વાચ્યું કે..એ વસ્તુ જે આપણને શરૂવાતમાં સારી નથી લાગતી પરંતુ બાદમાં તે સારી જ હોઈ છે. આ વસ્તુ પર બાળકને એક પેરેગ્રાફ લખવાનો હતો અને જે તેણે લખી નાખ્યો હતો. ઉત્સુક થઈને તેણે તેના બાળકનું લખેલું હોમવર્ક વાંચવાનું શરુ કર્યું અને બાળકે લખ્યું હતું કે…
- હું મારી ફાઈનલ પરીક્ષાનો ખુબ આભાર માંગુ છું કેમકે શરૂવાતમાં તે બિલકુલ સારી લાગતી નાં હતી પરંતુ તે પછી સ્કુલની રજાઓ પડી જાય છે.
- હું ખરાબ સ્વાદ વાળી કડવી દવાઓનો આભાર માનું છું કેમ કે શરૂઆતમાં તે કડવી લાગે છે પણ તે મને બીમારીથી જલ્દી ઇલાજ કરી દે છે.
- હું વહેલી સવારની અલાર્મ ઘડિયાળનો ખૂબ આભાર માનું છું જે મને દરરોજ સવારે કહે છે કે હું જીવિત છું.
- હું ભગવાનનો પણ આભાર માનું છુ કેમકે જેમણે મને આટલા સારા પિતા આપ્યા કેમકે તેનો ગુસ્સો મને શરૂવાતમાં તો ઘણો ખરાબ લાગે છે પરંતુ તે મારા માટે રમકડા લાવે છે, મને ફરવા લઈ જાય છે. મને એ વાતની ખુશી છે કે મારી પાસે પિતા છે કેમકે મારા દોસ્ત સોહન પાસે તો પિતા જ નથી.
બાળકનું હોમવર્ક વાચ્યા બાદ તેના પિતા અચાનક ઊંઘમાંથી જાગી ગયા હોઈ એમ તેના વિચાર બદલી ગયા. તેણે તેના મગજને થોડું શાંત કરી અને તેની પરેશાનીઓ વિશે વિચારવાનું ચાલુ કર્યું.
- મારે ઘરનો બધો જ ખર્ચો ઉઠાવવા પડશે, તેનો મતલબ કે મારી પાસે ઘર છે અને ભગવાનની કૃપાથી હું એ લોકો કરતા સારી સ્થિતિમાં છું કે જેની પાસે તો ઘર જ નથી.
- મારે પુરા પરિવારની જવાબદારી ઉઠાવવી પડે છે , જેનો મતલબ છે મારી પાસે પરિવાર છે, જેની પાસે પરિવાર નથી એ લોકો દુનિયામાં એકલા હોઈ છે.
- મારી પાસે કોઈ ને કોઈ મિત્ર અથવા સંબંધી આવે જાવે છે એનો મતલબ મારી પાસે સામાજિક હૈસિયત છે જે મારી પાસે સુખ દુખમાં સાથ આપવાવાળા લોકો છે. મારા ભગવાન !! તારો ખુબ ખુબ આભાર ..
ત્યારબાદ તેના વિચારો બદલી ગયા અને તેની બધી જ ચિંતાઓ અચાનકથી ખત્મ થઈ ગઈ. તે ભાગીને તેના બાળક પાસે અને તેને ગોદમાં લઈ માથું ચૂમવા લાગ્યો અને તેના બાળક અને ઈશ્વરનો ધન્યવાદ આપવા લાગ્યો. નકારાત્મક નજર દુર કરી સકારાત્મક વિચારો જેથી આપણી દરેક સમસ્યાઓ, બધા જ તણાવ દુર થશે અને મુશ્કેલીના સમયમાં નવા નવા રસ્તાઓ દેખાવવા લાગશે. જો તમને આ વાતો ગમી હોઈ છે, તો તેને અનુસરીને જીવનને ખુશહાલ બનાવો .. !
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Shivani & FaktGujarati Team
nice