પાબીબેન રબારી ગુજરાતના કચ્છના એક નાના ગામ, ભરદોઈની રહેવાસી છે. જેમની કળાને આંતરરાષ્ટ્રીય સ્તર પર જગ્યા મળી છે. ચાર ધોરણ ભણેલી પાબીબેન તેની એક વેબસાઈટ ચલાવે છે. વેબસાઈટ દ્વારા હાથથી બનેલા દરેક પ્રકારના પ્રોડક્ટ વહેંચાય છે. પાબીબેને આંતરરાષ્ટ્રીય સ્તરે તેની લુપ્ત પરંપરાગત કળાને ખાસ ઓળખ આપી છે. પાબીબેન પોતાના આ કામના લીધે, કળાના ક્ષેત્રમાં એક જાણીતું નામ કરી ચુકી છે અને તેમની વેબસાઇટ ઘણી સારી એવી કમાણી પણ કરી રહી છે.
પાબીબેનની પાબીબેગે ઉભી કરી લાખોના ટર્નઓવરની કંપની
પાબીબેન પોતાના રબારી સમુદાયની પહેલા એવી મહિલા છે, જેણે કોઈ કારોબાર ઉભો કર્યો છે. ફક્ત બે વર્ષમાં જ આ વ્યવસાયનું ટર્નઓવર 20 લાખ રૂપિયા સુધી પહોંચ્યું છે.
પાબીબેનની પારિવારિક આર્થિક સ્થિતિ ખરાબ હોવાને લીધે એની માતા ઘરે ઘરે જઈને કામકાજ કરતી હતી. ત્યારે પાબીબેન પણ તેની માતા સાથે પાણી ભરવાનું કામ કરતા હતા. પૂરો દિવસ કામ કર્યા પછી, પાબીબેનને 1 રૂપિયાનું મહેનતાણું મળતું હતું. આર્થિક ગરીબીના કારણે પાબીબેનને ચોથા ધોરણ પછી અભ્યાસ કરવાની તક નાં મળી.
રબારી સમુદાયની પારંપરિકા પ્રથા
રબારી જાતિ ભારતના ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબ અને હરિયાણામાં રહે છે જે અલગ-અલગ પેટા જાતિ તરીકે ઓળખાય છે. પાબીબેન ગુજરાતના આદિવાસી રબારી સમુદાયથી છે, અહીંયાની એક પ્રથા હતી કે દીકરીને પોતાના સાસરિયા માટે પોતાના હાથેથી બનેલા કપડા લઈ જવાના હોય છે. આ પ્રથાના ચાલતા ત્યા એક ખાસ પ્રકારના પરંપરાગત ભરતકામની કરવામાં આવે છે. પાબીબેને બાળપણમાં જ પોતાની માતા પાસેથી આ કળા શીખી હતી. આ ભરતકામનું વણાટ ઘણું બારીક હોય છે તે દિવસોમાં એક કાપડ તૈયાર કરવા માટે બેથી ત્રણ મહિનાનો સમય લાગતો. છોકરીઓને આ કપડા તૈયાર કરવા માટે ઘણા દિવસો સુધી તેના માતા-પિતા સાથે રહેવું પડતું. આ કારણોસર વૃદ્ધાઓએ આ પ્રથાને નાબૂદ કરી દીધી હતી, પરંતુ પાબીબેનને આ કામમાં ખૂબ જ પ્રેમ હતો અને પાબીબેન ઇચ્છતા હતા કે આ કલા ખતમ ન થાય.
વર્ષ 1998માં, તેમને એવી સંસ્થા સાથે કામ કરવાનો મોકો મળ્યો, જ્યાં આવી કલા માટે ભંડોળ પૂરું પાડવામાં આવતું. ત્યારે પાબીબેને આ કળાને ‘હરી-જરી’ નામ આપ્યું. અને આ ‘હરી-જરી’ નામના ભરતકામમાં તેમને ઘણી સફળતા મળી. ઘણા સમય સુધી તેમણે આ સંસ્થા સાથે કામ કર્યુ, એમને 300 રૂપિયા પગાર પણ મળતો હતો.
આંતરરાષ્ટ્રીય સ્તર પર ઘણા ઊંચાઈ પર પાબીબેનનો કારોબાર
પાબીબેન પોતાના આ કામને લઈને આગળ વધી રહ્યા હતા કે તેમના લગ્ન થઈ ગયા. પાબીબેનના લગ્નમાં કેટલાક વિદેશી લોકો પણ આવ્યા, તેમને હાથેથી બનાવેલી બેગ ભેટમાં આપી. વિદેશી લોકોને પાબીબેનની બેગ ઘણી પસંદ આવી અને તેમણે પાબીબેનની આ બેગને પાબીબેગ’ નામ આપ્યું. વિદેશીઓના આ વખાણને જોઈને પાબીબેનને એમના સાસરાના લોકોએ પણ ઘણો સાથ આપ્યો. અહીંથી જ પાબીબેને પોતાનું કામ શરૂ કર્યુ અને એમના સપનાઓને એક ઊંચી ઉડાણ મળી.
ફિલ્મ લક બાય ચાન્સમાં પણ મળી જગ્યા
પાબીબેનની પાબીબેગને મોટા પડદાની ફિલ્મ ‘લક બાય ચાન્સ’માં પણ ઉપયોગમાં લેવામાં આવી હતી. જર્મની, અમેરિકા, ઑસ્ટ્રેલિયા, લંડન જેવા કેટલાક શહેરોમાં એમની પાબીબેગની માંગ છે. સરકારે પણ પાબીબેનને ગ્રામીણ ઉદ્યમી બનીને લોકોની મદદ કરવા બદલ, વર્ષ 2016માં જાનકી દેવી બજાજ પુરસ્કાર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા. આજે પાબીબેન ડૉટ કૉમ દુનિયાનું જાણીતું નામ બની ગયું છે.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Shivani & FaktGujarati Team