સલામ છે આ કિન્નર સમુદાયને, જેણે પોતાના ઘરેણા ગીરવે રાખી ગરીબોને પહોચાડ્યું રાશન

એકબાજુ દેશભરમાં લોકડાઉન ચાલી રહ્યું છે જેને લીધે કોઈ કમાઈ શકતું નથી, ત્યાં જ વડોદરામાં કિન્નર સમુદાય આ મુસીબતની ઘડીમાં સામે આવી પુરા શહેરમાં જરૂરતમંદોને ભોજન અને રાશન પહોચાડવાનું કામ કરે છે.

image source

કિન્નર નુરીએ જણાવ્યું કે મેં એક ઘરમાંથી અવાજ સાંભળી કે કોઈ તેના બાળકને મારી રહ્યું છે અને બાળક રડી રહ્યું છે. ત્યાં જઈ જોયું તો ખબર પડી કે એક માં તેના ૫-૬ વર્ષના બાળકને એટલા માટે મારી રહી હતી કેમકે તે ખાવાનું માંગી રહ્યું હતું અને ઘરમાં કઈ જ નાં હતું. નુરીએ જયારે આ દ્રશ્ય જોયું તો આ લોકોને મદદ કરવા માટેનો નિર્યણ લીધો.

image source

નુરી વડોદરા ગુજરાતમાં તેની બહેન સાથે રહે છે. કિન્નર સમુદાયની દરેક સદસ્યને તે તેની બહેન માને છે. લોકડાઉન ના પ્રથમ ચરણથી જ નુરી અને તેના શિષ્યોએ 700 ગરીબ પરિવારમાં જઈ રાંધેલું ભોજન પહોચાડ્યું હતું. એટલું જ નહી, નુરીએ લોકોને તેનો અને તેની બહેનોનો ફોન નંબર પણ આપ્યો હતો કે જેથી કરી જ્યાં રાશનની જરુરુ હોઈ ત્યાં પહોચાડી શકાય.

નુરી જણાવે છે કે, અમે શું કરતા, આ બધાની વેદના કેવી રીતે જોઈ શકીએ, જ્યારે તે બે ટાઈમની રોટલી તોડે ? તેથી અમે અમારું સોનું ગીરવી રાખી દીધું, અને તેમાંથી જે પૈસા આવ્યા છે તેનાથી મદદ મળી રહી છે. ” નુરીના સાથીઓ જણાવે છે કે સોનાના ઘરેણા કિન્નર સમુદાય માટે ખુબ જ ખાસ હોઈ છે. પરંતુ મુસીબતના સમયમાં સોનાથી પણ જરૂરી છે જરૂરિયાત લોકોની મદદ કરવી.

image source

ગુજરાતના લક્ષ્ય ટ્રસ્ટની નિર્દેશક શોભા લગાતાર કિન્નર અને સમલેન્ગિક લોકો સાથે કામ કરે છે. શોભા જણાવે છે કે જયારે વડોદરાના કિન્નર સમુદાયએ તેના બચાવેલા પૈસાથી લોકોની મદદ કરવાની વાત કરી તો સૌથી પહેલા બધા એ શોભા સાથે વિડીઓ કોલમાં વાત કરી. ત્યારબાદ આ લોકોએ પાસ અને પરમીશન સાથે રીક્ષા દ્વારા જરૂરતમંદ લોકોની મદદ કરી.

કિન્નર સમુદાયની આ પહેલની જેટલી તારીફ કરો એટલી ઓછી છે. આ મુશ્કેલીના સમયમાં જરૂરતમંદો ની સેવા માટે તેના આભુષણ ગીરવી રાખી લોકોને ઘર સુધી રાશન પહોચાડતા આ લોકોને ફક્ત ગુજરાતી ની ટીમ સલામ કરે છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment