કોરોના વાયરસનો પ્રકોપ આ સમયે પુરા વિશ્વમાં ફેલાયેલો છે. લોકો સોશલ ડીસ્તેન્સીગ દ્વારા આ વાયરસને ફેલાતા અટકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. લોકડાઉન ના લીધે લોકો તેના ઘરોમાં જ કેદ થઈ ગયા છે. તે ફક્ત જરૂરી સામાન ખરીદવા માટે જ ઘરની બહાર આવી શકે છે. નિષ્ણાતોના મતે તમારી રોજિંદી જરૂરિયાતની વસ્તુથી કોરોના વાયરસનો ખતરો નથી, પરંતુ તે બધા આપનાર વ્યક્તિ કોરોના વાયરસથી સંક્રમિત હોઈ શકે છે. આજે અમે તમને અમુક એવી ટીપ્સ વિશે જણાવીશું જેમાં તમે બહારથી લાવેલા ફળ અને સબ્જીઓ ને સારી રીતે સાફ કરી શકો છો.
ફળ- સબ્જીઓને આવી રીતે કરો સાફ –
ફળો અને શાકભાજીઓને કોઈ મોટા વાસણમાં પાણી ભરી એક પછી એક ધોઈ લો. આ સિવાય, તમે તેમને ચાલુ નળ હેઠળ રાખીને એક પછી એક રગડીને ધોઈ શકો છો.
ત્યારબાદ એક વાસણમાં પાણી લો અને તેમાં એક ચમસી મીઠું નાખો. હવે ફળો અને શાકભાજીઓ ને તેમાં ડુબાડી સારી રીતે સાફ કરી લો.
જે ફળ અને શાકભાજીઓના છિલકા નીકાળીને ઉપયોગમાં લેવાના હોઈ, તેને પણ પાણીમાં છિલકા સહીત સારી રીતે ધોઈ લો.
બહારથી લાવેલા પેક બંધ દુધને ઉપયોગમાં લીધા પહેલા પેકેટને પાણીમાં સારી રીતે ધોઈ લો.
કોઈ પણ સામાનના પાઉચ અથવા દુધના પેકેટને મોઢા અથવા દાંતથી ના ફાડવા.
માંસ અને માછલીઓ સારી રીતે ધોઈ તેજ આંચમાં પકાવી ખાવી જોઈએ.
ફ્રીજમાં કાચા ફૂડને અલગ રાખો અને પાકેલા ફૂડ્સને અલગ રાખો.
કોશિશ કરો કે આ દિવસોમાં છાલ સહિતની વસ્તુઓનું સેવન ઓછું થાય અથવા તેમને સારી રીતે પકાવીને ખાવી.
તમને જણાવી દઈએ કે ફળો અને શાકભાજીઓને ધોયા બાદ કોઈ પણ પ્રકારના કેમિકલ જેવા કે કલોરિન, આલ્કોહોલ, જંતુનાશક પદાર્થોનો ઉપયોગ ક્યારેય ન કરો. કેમકે તે માણસ માટે ખતરનાક સાબિત થઈ શકે છે અને ગંભીર રૂપથી બીમારીનું કારણ પણ બની શકે છે.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Shivani & FaktGujarati Team