ગર્ભાવસ્થામાં, મહિલાઓને હંમેશાં હેલ્ધી વસ્તુઓ ખાવાની સલાહ આપવામાં આવે છે. એવામાં બદામ પણ ખૂબ પૌષ્ટિક હોય છે અને સગર્ભા સ્ત્રીઓને વિવિધ વાનગીઓમાં બદામ નાખીને આપવામાં આવે છે જેથી માતા અને બાળક બંને સ્વસ્થ રહે. પરંતુ શું તમે જાણો છો ગર્ભાવસ્થામાં બદામ કેવી રીતે ખાવી જોઈએ. શું ગર્ભાવસ્થામાં બદામ ખાવી ફાયદાકારક છે ? આવો જાણીએ કે ગર્ભાવસ્થામાં બદામ ખાવાની સાચી રીત કઈ છે.
ગર્ભાવસ્થામાં બદામ ખાવી જોઈએ કે નહી –
ગર્ભાવસ્થામાં બદામ ખાવી સુરક્ષિત ગણાય છે, તેમાં આયર્ન, કેલ્શિયમ, ફોલિક એસિડ અને ફાઇબર જેવા પોષક તત્વો હોય છે. જો સગર્ભા સ્ત્રીઓને બદામ અથવા અન્ય કોઈ શુષ્ક ફળોથી એલર્જી હોય, તો તેમણે બદામ ખાવાથી બચવું જોઈએ.
ગર્ભાવસ્થામાં પલાળેલી બદામના ફાયદા –
જો તમને બદામથી એલર્જી નથી, તો તમે ગર્ભાવસ્થા દરમિયાન પલાળેલી બદામ ખાઈ શકો છો. પલાળેલી બદામ પાચનમાં સુધારો લાવતા એન્ઝાઇમ્સ મુક્ત કરે છે, અને બદામને પલાળવાથી તેના પોષક તત્ત્વોની માત્રામાંરાતભર પલાળેલી બદામ ખાવાથી પાચન ઠીક થાય છે. જો તમે તેના છિલકા ઉતારી ખાશો તો તેના વધુ ફાયદા મળે છે.
કાચી કે પલાળેલી બદામ? કઈ છે ફાયદાકારક
આમ તો કાચી કે પલાળેલી બંને પ્રકારની બદામ ફાયદાકારક છે પરંતુ પલાળેલી બદામ સ્વાસ્થ્ય માટે વધુ લાભદાયક છે.
ગર્ભાવસ્થામાં બદામ ખાવાથી ક્યાં પ્રકારના ફાયદા થાય છે ?
છોડમાં હાજર ફાયટીક એસિડ એ સુકા ફળો અને બીજ માટે જીવન હોઈ છે, પરંતુ તે શરીરમાં જરૂરી ખનિજ પદાર્થો ના અવશોષણને ધીમું કરે છે એટલા માટે વધુ ફાયટીક એસીડ મિનરલની ઉણપ પેદા કરી શકે છે. પૂરી રાત બદામને પલાળવાથી ફાયટીક એસિડને દૂર કરવામાં મદદ મળે છે. પાચનમાં સુધારા માટે ફાયદાકારક છે.
ટેનીનનો નાશ થાય છે
ટેનીનથી સુકા મેવામાં હળવો પીળો રંગ અને કડવો સ્વાદ મળે છે. જો કે, તે પાણીમાં દ્રાવ્ય છે, એટલા માટે જ્યારે તમે બદામને પાણીમાં પલાળો છો, ત્યારે તેનો ટેનીન બહાર આવે છે અને કડવો સ્વાદ પણ ઓછો થઈ જાય છે. જેનાથી બદામ મીઠી લાગે છે.
ગર્ભાવસ્થામાં બદામ ક્યારે ખાવી ?
તમે ગર્ભાવસ્થાના પહેલા મહિનાથી લઈ છેલ્લા મહિના સુધી બદામ ખાઈ શકો છો. સવાર અને સાંજ બંને સમયે બદામ ખાવી સારી રહે છે પરંતુ વધુ માત્રમાં ના ખાવી જોઈએ.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Shivani & FaktGujarati Team