ડ્રાય ફ્રુટ્સ ખાવું સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક હોઈ છે. જો કે ગરમીઓની ઋતુમાં ડ્રાય ફ્રુટ્સ ખાવા પહેલા અમુક વાતોનું ખાસ ધ્યાન રાખવું. ગરમીની ઋતુમાં કોશિશ કરો કે ડ્રાય ફ્રુટ પલાળીને જજ ખાવા. શું તમે જાણો છો મગફળી ખાવાના ફાયદાઓ વિશે. મગફળી સ્વાદમાં તો ઉત્તમ હોય જ છે પણ ઓછા લોકોને ખબર હશે કે તે સ્વાસ્થ્ય માટે કેટલી ફાયદાકારક છે. હમેશા લોકો તેને સ્વાદ માટે જ ખાતા હોય છે પણ વિશ્વાસ રાખો તેનાથી થતા ફાયદા જાણીને તમે પણ ચોંકી જશો.
બોડી બિલ્ડીંગમાં મદદ કરે છે –
બોડી બિલ્ડીંગ કરતા પુરુષો માટે રોજ સવારે ઉઠ્યા પછી પલાળેલી મગફળીનું સેવન કરવાથી ઘણા ફાયદાઓ થાય છે. તેમાં પ્રોટીનની પર્યાપ્ત માત્રા જોવા મળે છે જે બોડી બિલ્ડિંગના શરીરમાં પ્રોટીનની પુરતી કરે છે. તમે તેને સ્પ્રાઉટ્સની સાથે સવારે સવારે ખાઈ શકો છો.
હાર્ટ સંબંધી બીમારીથી છુટકારો
મગફળીમાં એવા ગુણ જોવા મળે છે જે દિલથી જોડાયેલી ઘણા પ્રકારની બીમારીઓથી સુરક્ષા પ્રદાન કરે છે. સંશોધન દ્વારા તે પણ જાણવા મળ્યું છે કે અઠવાડિયામાં પાંચ દિવસ મગફળીના થોડા દાણા ખાવાથી હ્રદયની બીમારી થવાનો ભય ઓછો રહે છે. એટલા માટે પલાળેલી મગફળી નું સેવન જરૂરથી કરવું.
મગજને સ્વસ્થ રાખે છે
ઘણા પ્રકારના ડ્રાય ફ્રુટ્સનું સેવન દિમાગને સ્વસ્થ રાખવા માટે ફાયદાકારક માનવામાં આવે છે. મગફળીમાં ઓમેગા-૩ ફૈટી એસીડ જોવા મળે છે. આ એક એવું ફૈટી એસીડ છે જે દિમાગની કાર્યક્ષમતાને વધારવાનું કાર્ય કરે છે. પલાળેલી મગફળી નિયમિત ખાવાથી મેમરી પણ શાર્પ બને છે.
પાચનશક્તિ મજબુત કરે છે –
જાણકારી માટે જણાવી દઈએ કે, મગફળીનું સેવન કરવાથી શરીરને ખુબ જ લાભ થાય છે. સાથે જ મગફળીમાં ફાયબરનું પ્રમાણ પણ ખુબ જ વધારે હોય છે. જેના કારણે આપણું પાચનતંત્ર સારું બની રહે છે. જે લોકોને પેટ સબંધિત કોઈ પણ સમસ્યા રહેતી હોય તેના માટે મગફળી ખુબ જ ફાયદાકારક રહે છે.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Shivani & FaktGujarati Team