લોકડાઉનમાં લોકોને સમજમાં નથી આવી રહ્યું કે તે ઘરે બેઠા બેઠા શું કરે. જો કે મહિલાઓ આ લોકડાઉન નો પૂરો ફાયદો ઉઠાવી રહ્યા છે અને આ દિવસોમાં સોશલ મીડિયા પર કઈ ને કઈ નવો નવો ટ્રેન્ડ શરુ કરી રહ્યા છે. સોશલ મીડિયા પર હવે નવો મેકઅપ ટ્રેન્ડ શરુ થયો છે, જેને નામ આપ્યું છે # TinyFaceMakeupChallenge.
આજકાલ મહિલાઓ લોકડાઉનમાં નિત-નવી ચેલેંજો કરી રહી છે, જે સોશલ મીડિયા પર ખુબ જ જડપથી વાયરલ થઈ રહી છે. પહેલા સોશલ મીડિયા પર સાડી, જીન્સ, વેસ્ટર્ન વગેરે જેવી ચેલેંજ નો ટ્રેન્ડ ચાલ્યો હતો હવે તે પુરા થયા પછી મહિલાઓમાં એક નવો જ ટ્રેન્ડ ચાલુ થયો છે જે છે ચેહરા પર મેકઅપનો. આવો જાણીએ આ ચેલેંજ વિશે …
આ ચેલેંજમાં મહિલાઓ તેના મોઢાને ઢાંકી ને નાક પર મેકઅપ કરી હોઠ બનાવી રહી છે.
કોરોના વાયરસના લીધે લોકો માસ્ક લગાવા માટે મજબુર છે અને અડધો ચેહરો માસ્ક પાછળ જ છુપાય જાય છે. કોરોના ના ચાલતા લોકો ઘરમાં જ કેદ થઈ ગયા હોઈ એવું લાગે. એવામાં લોકો કંટાળી ના જાય માટે કઈ ન કઈ નવું ક્રીએટીવ કરી રહ્યા છે. નીચેના ફોટામાં તમે જોઈ શકો છો કે કેવી રીતે મહિલાઓ તેના નાક પર મેકઅપ દ્વારા ચેહરો બનાવી રહી છે.
આ ચેલેંજ સૌથી પહેલા Jaime French નામની મેકઅપ આર્ટીસ્ટ એ શરુ કર્યું હતું.
ધીમે ધીમે આ ટ્રેન્ડ સોશલ મીડિયા પર છવાઈ ગયો. ધીરે ધીરે આ મેકઅપ એટલો છવાય ગયો કે તે સોશલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ ગયો.
આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે આ ખાસ મેકઅપ કઈ રીતે કરવામાં આવે છે.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Shivani & FaktGujarati Team