કોરોના વાયરસએ દુનિયાભરમાં લોકોના જીવ પર જોખમ ઊભું કરી ચિંતા વધારી છે. પીએમ નરેન્દ્ર મોદીએ પુરા ભારતમાં લોકડાઉન જાહેર કરેલું છે. ચારે બાજુ સન્નાટો છવાયેલો છે. તેવામાં જંગલી જાનવર ખુશહાલ નજર આવી રહ્યા છે. જૂનાગઢ સક્કરબાગ ઝૂમાં સિહણએ ચાર બાળકોને જન્મ આપ્યો હતો.
કોરોના ને લીધે દેશભરમાં લોકડાઉન ચાલી રહ્યું છે. તે જ સમયે, વન્ય જીવનથી પણ લગાતાર સારા સમાચાર આવી રહ્યા છે. જૂનાગઢના પ્રાચીન સક્કરબાગ ઝૂ ખાતે સિંહણે ચાર બચ્ચાને જન્મ આપ્યો હતો. છેલ્લા કેટલાક દિવસોથી, આ પ્રાણી સંગ્રહાલયમાં લગાતાર ઘણી સિંહણઓ બચ્ચાને જન્મ આપી રહી છે. અત્યાર સુધીમાં જુનાગઢ અને અમરેલીમાં કુલ 21 બચ્ચાએ જન્મ લીધો છે.
સિંહણ પૂરી રીતે છે સ્વસ્થ –
જૂનાગઢના સક્કરબાગમાં સિંહણ ડી -4 અને ત્રાકુડા સિંહની બ્રીડીંગથી, આ બચ્ચાએ જન્મ લીધો હતો, હાલ સિંહણ પૂરી રીતે સ્વસ્થ છે, તેની પર સીસીટીવી કેમેરા દ્વારા નજર રાખવામાં આવી રહી છે અને સિંહની માત્રામાં વધારો કરવામાં આવ્યો છે. જણાવી દઈએ કે જુનાગઢનો સક્કરબાગ ઝૂઓલોજિકલ પાર્ક લગભગ 150 વર્ષ જૂનો છે, જેને જૂનાગઢના નવાબ મોહબ્બત ખાને બનાવ્યો હતો.
બે સિંહણઓએ 8 બચ્ચાને આપ્યો હતો જન્મ –
જણાવી દઈએ કે આ પહેલા પણ આ ઝૂ માં બે સિંહણઓએ ૮ બચ્ચાને આપ્યો હતો જન્મ. કોરોના વાયરસની સ્થિતિને જોતાં આ વખતે ગુજરાતના ગીર જંગલ વિસ્તારમાં એશિયાઇ સિંહોની ગણતરી થઈ શકે છે. આ ગણતરી 15 મેથી પ્રસ્તાવિત કરવામાં આવી છે
જંગલમાં થઈ રહી છે શાંતિ –
કોરોના વાયરસના ચાલતા દેશભરમાં લોકડાઉન ઘોષિત કરવામાં આવ્યું છે. જેનાથી ગાડીઓનો શોર પૂરી રીતે બંદ છે. ચારે બાજુ સન્નાટો છવાયેલો છે. એટલા માટે જંગલી જાનવર ખુશ નજર આવી રહ્યા છે. આ જાનવરો જંગલો સાથે સાથે ઘણી વાર બાર સડક પર પણ ઘૂમતા નજર આવી રહ્યા છે.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Shivani & FaktGujarati Team