લોકડાઉન વચ્ચે કેદારનાથના કપાટ તો ખુલ્યા, પણ બાબાનાં દર્શનની ભક્તોની અભિલાષા નહીં થાય પૂર્ણ

કોરોના વાયરસ સામે ચાલી રહેલી જંગ વચ્ચે કેદારનાથ મંદિરના કપાટ બુધવારે ખોલી દેવાયા હતા. પૂરી વિધી વિધાન અને પૂજા-અર્ચના બાદ 23 ના બુધવારે સવારે 6:10 કલાકે બાબા કેદારધામના દરવાજા ખોલવામાં આવ્યા હતા. કેદારનાથ ધામના મુખ્ય પુજારી શિવ શંકર લીંગની ઉપસ્થિતિમાં મંદિરના દ્વાર ખોલાયા. કોરોના સંકટને લીધે આ પહેલી વાર હશે, જ્યારે બાબાના દરબારમાં દરવાજા ખોલ્યા ત્યારે ભક્તોની ભીડ ન હતી.

દેવસ્થાનમ બોર્ડના 16 લોકોને જ કેદારનાથ જવાની અનુમતિ મળી હતી. આ ઉપરાંત બાબા કેદાર ની ડોલી એક દિવસ પહેલા કેદારનાથ પહુંચી ગઈ હતી. જણાવી દઈએ કે એકવાર ફરી હંમેશાની રીતે અહી છ મહિના સુધી શિવની પૂજા અર્ચના કરવામાં આવશે, વાત જો તાપમાન ની કરીએ તો આ સમયે ત્યાં કડકડતી ઠંડી પડી રહી છે. છતાં પણ શ્રદ્ધાળુ ઓની આસ્થા અને ભક્તિમાં કોઈ ઉણપ આવી ના હતી.

ચારેય ધામ શિયાળામાં ભારે બરફવર્ષા અને તીવ્ર ઠંડીને લીધે, દર વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં તેમના દરવાજા શ્રદ્ધાળુ માટે બંધ હોય છે, જે આવતા વર્ષે એપ્રિલ-મેમાં ફરીથી ખોલવામાં આવે છે.

ગંગોત્રી, યમુનોત્રીના ખુલ્યા કપાટ

આ પહેલા અક્ષય તૃતીયાના શુભ પ્રસંગે ગંગોત્રી અને યમુનોત્રી ધામના દરવાજા ખોલવામાં આવ્યાં હતાં. તેની સાથે જ ચાર ધામ યાત્રા પણ શરૂ કરવામાં આવી હતી. શુભ મુહુર્ત બપોરે 12.35 વાગ્યે ગંગોત્રી ધામ અને 12.41 વાગ્યે યમુનોત્રી ધામના દરવાજા ખોલવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે મંદિર સમિતિ ગંગોત્રીને 1100 રૂપિયાનું દાન આપ્યું હતું.

લોકડાઉનનાં પ્રતિબંધોને લીધે હાલ શ્રદ્ધાળુઓને ધામમાં આવવાની મંજૂરી નથી. કોરોના વાયરસને કારણે દેશભરમાં ચાલી રહેલા લોકડાઉનને લીધે આ વખતે ફક્ત 21-21 તીર્થ પુરોહિતને કપાટના ઉદ્ઘાટનમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવી હતી.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment