બોલીવુડ પ્રેમિયો માટે 29 અને 30 એપ્રિલ ખુબ જ ખરાબ દિવસ હતો કેમકે આ દિવસે બે દિગ્ગજ એક્ટરોએ દુનિયાને અલવિદા કહ્યું હતું. બોલિવુડના સદાબહાર એક્ટર ઋષિ કપૂર 30 એપ્રિલે આ દુનિયાને અલવિદા કહ્યું. તેમના નિધનના આઘાતમાંથી તેમનો પરિવાર અને ફેન્સ હજુ બહાર આવ્યા નથી. પિતા ઋષિના નિધનથી રિદ્ધિમા પણ ખૂબ દુઃખી છે તેમણે કેટલીક અનસીન તસવીરો શેર કરી છે.
હવે રિશી કપૂરની દીકરી રીદ્ધીમાં કપૂર તેને ઘણા જ મિસ કરી રહી છે. આ વાતની ગવાહી રીદ્ધીમાંનું ઇન્સ્તાગ્રામ પણ દઈ રહ્યું છે. રિદ્ધીમાં એ તેની ઇન્સ્તા સ્ટોરીમાં બે બ્લેક અને વાઈટ તસવીરો શેર કરી છે. એક તસ્વીર રિશી અને નીતુ કપૂર ના વેડિંગ રીસેપ્શન ની છે. જો કે બીજી તસ્વીરમાં રિશી કપૂર કૃષ્ણા રાજ કપૂર ની સાથે દેખાઈ રહ્યા છે.
પહેલી તસ્વીરમાં રિશી કપૂર સૂટમાં નજર આવી રહ્યા છે અને નીતુ કપૂરે સાડી પહેરી છે. તસ્વીર માં બંને ઘણા જ ખુશ નજર આવી રહ્યા છે. તસવીરમાં બંને કોઈની તરફ જોઈ રહ્યા છે. રિદ્ધીમાં એ આ તસ્વીર ને બે હાર્ટવાળી ઈમોજી સાથે શેર કર્યું છે. રીદ્ધીમાં એ બીજી તસ્વીર કૃષ્ણા અને રિશી કપૂરની શેર કરી છે. તસ્વીર માં રીશીએ તેની માતા નો હાથ પકડ્યો છે. તસ્વીરને શેર કરતા રીદ્ધીમાં એ લખ્યું, ‘મારી સૌથી મનપસંદ વ્યક્તિ સાથે ફરીથી મળી. ’
રીદ્ધીમાં કપૂર તેના પિતા રિશી કપૂરના અંતિમ દર્શન માટે પહુચી ના શકી. લોકડાઉન ના ચાલતા પુરા દેશમાં કોઈ વિમાન ચાલી નથી રહ્યું. રીદ્ધીમાં આ દરમ્યાન દિલ્લીમાં હતી અને રિશી કપૂરનું નિધન મુંબઈમાં થયું હતું. રિદ્ધી માં એ ગેરહાજરીમાં જ રિશી કપૂરનું અંતિમ સંસ્કાર કર્યું હતું.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Shivani & FaktGujarati Team