ડીલીવરી પછી વધેલા વજનને ચુટકીમાં કરો દુર, ભોજનમાં કરો આટલી વસ્તુઓનો સમાવેશ

પ્રેગનેન્સી પછી વજન કંટ્રોલ કરવું ખૂબ અઘરુ થઈ પડે છે. ડિલીવરી પછી વધેલુ વજન ઓછું કરવા માટે અનેક લોકો ડાયેટિંગ શરૂ કરી દે છે. આ ડાયેટિંગ તમારા અને તમારા બાળક માટે નુકસાનકારક પુરવાર થઈ શકે છે. ગર્ભવતી પછી મહિલાઓ નું વજન વધવું સામાન્ય વાત છે. આ વજન ના કારણે દરેક મહિલાઓ પરેશાન રહે છે. કોઈ પણ મહિલા ને વજન વધારે હોય તે પસંદ આવતું નથી. એટલા માટે દરેક મહિલા વજન ઓછુ કરવા માટે ઘણા પ્રયત્ન કરતી હોય છે. બાળક ને જન્મ આપ્યા પછી મહિલાઓ ને નવું લાઈફ સ્ટાઈલ શરૂ કરવામાં પણ સમસ્યા આવે છે. પરંતુ પ્રેગનેન્સી પછી મહિલાઓ એ એમના વજન પર ધ્યાન આપવાની ખુબ જ જરૂરત છે. તમારા રસોડા માં જ વજન ઘટાડવા નું રાજ છુપાયેલું છે. રસોઈ ઘર માં મસાલા નો ઉપયોગ કરીને તમે તમારા વજન ને ઓછું અથવા કંટ્રોલ માં કરી શકો છો.

જીરૂ

સૌથી પહેલા જીરૂ થી શરૂઆત કરવામાં આવે. જીરૂ ને પાણી માં ઉકાળવું. તમે એને ગાળી ને તરત પીઈ શકો છો અથવા તમારી બોટલ માં સ્ટોર કરીને પણ રાખી શકો છો. જીરૂ એસીડીટી ની પણ સમસ્યા ને દુર કરે છે. એ સિવાય તમે જીરૂ નો પાવડર બનાવી ને દૂધ ની સાથે એક ચમચી લઇ શકો છો.

અજમો

અજમા ને પાણીમાં ઉકાળી લેવા. એ પછી આ પાણી ને ગાળી ને સવાર સવાર માં ખાલી પેટ પીઇ જવું. તમે એને એક બોટેલ માં સ્ટોર કરીને આખો દિવસ થોડું થોડું પાણી પીઇ શકો છો. લોટ માં અજમા ને બાંધી ને એની રોટીઓ પણ બનાવી શકાય છે. અજમા ખાવાથી યુટ્રસ પણ સાફ થાય છે.

 મેથી દાણા

તમારા ડાયટ માં મેથી દાણા નો સમાવેશ કરવો. એક ચમચી મેથી દાણા રાત્રે પલાળી દેવા અને સવારે ઉઠી ને એનું પાણી પીઇ લેવું. મેથી દાણા ને ઉકાળી ને બ્રેકફાસ્ટ પછી અથવા બપોર ના જમવા નું જમ્યા પછી આ પાણી પીઈ શકો છો. મેથી દાણા નું પાણી હુંફાળુ જ હોવું જોઈએ. પ્રેગનેન્સી પછી થતા સાંધા ના દુખાવો પણ મેથી નું પાણી પીવા થી દુર થઇ જાય છે.

વરીયાળી

વજન ઘટાડવા માં વરીયાળી ખુબ જ કારગર ઉપાય છે. વરીયાળી ને ઉકાળી ને એનું પાણી પીવું જોઈએ. જો તમને ગેસ ની સમસ્યા રહેતી હોય તો તમે એને ચાવીને પણ ખાઈ શકો છો.

હળદર

ડાયટ માં હળદર ને જરૂર દાખલ કરો, કારણ કે તે તમારી બોડી ને ટોક્સિન કાઢવામાં મદદ કરે છે, સાથે જ વજન ઘટાડવા માં પણ મદદ કરે છે. હળદર ને તમે કોઈ પણ પ્રકારે લઇ શકો છો. હળદર વાળું દૂધ પીઇ શકો છો અથવા સવારે ઉઠીને હળદર વાળું પાણી પણ પીઈ શકો છો.

યોગ અને વેલનેસ કોચ વંદના ગુપ્તા પાસેથી જાણી શકાય છે કે બીજી કઈ રીતે સ્વસ્થ રીતે પ્રેગનેન્સી પછી નું વજન સરળતાથી ઘટી શકે છે.

Leave a Comment