ઘરની આ વસ્તુઓથી રહેવું સાવધાન !! આટલી વસ્તુઓમાં છુપાયેલો હોઈ છે કોરોના

કોરોના વાયરસ ના ડરથી લોકોને ઘરમાં જ રહેવાની સલાહ આપવામાં આવી રહી છે. બહાર નીકળવાથી કોરોનાથી સંક્રમિત થવાનો ખતરો બની રહે છે. પરંતુ શું તમે જાણો છો કે તમારા ઘરમાં પણ અમુક એવી જગ્યાઓ છે જ્યાં કોરોના આસાનીથી છુપાઈને બેસી શકે છે.

લોન્ડ્રીહિપના સીઈઓ દેયાન દિમિત્રોવ કહે છે કે આપણા ઘરમાં વાયરસ માટે ઘણી ગુપ્ત જગ્યાઓ હોઈ છે. માણસના વાળથી લગભગ 900 ગણો જીણો આ વાયરસ ક્યાય પણ છુપાયને બેસી શકે છે.

દેયાન મુજબ રોજ ઉપયોગમાં લેવાતા ટોવેલ(રૂમાલ) તમારા માટે મોટો ખતરો બની શકે છે. મોઢું-હાથ-પગ અથવા શરીર લુછતી વખતે રૂમાલ માં સૌથી વધુ બેક્ટેરિયા અને વાયરસ હોઈ છે.

રસોડુ અથવા બીજી જગ્યા પર કામ કરતી વખતે હાથમાં ગ્લવ્સ પહેરવા સારી વાત છે, પરંતુ આ ગ્લવ્સ પણ બેક્ટેરિયા અને વાયરસનું ઘર બની શકે છે. તેનો ઉપયોગ થઈ જવા બાદ તેને ગરમ પાણી અથવા વિનેગરની મદદથી જરૂર ધોવા.

જે તકિયા પર તમે માથું રાખી રોજ સુકુનની ઊંઘ લ્યો છો તો તેના કવર પણ અસુરક્ષિત છે. તેમાં બેક્ટેરિયા અને વાયરસ છુપાયેલા હોઈ છે. માટે તેને રોજ બદલવા જોઈએ.

ઘરની અંદર પાયદાન, કાલીન અથવા મૈટ પણ સંક્રમણ ફેલાવવાનું કારણ બની શકે છે. એટલા માટે તેની બારીકીથી સફાઈ થવી જરૂરી છે.

જે કપડાને તમે રોજ પહેરીને બહાર જાઓ છો અથવા ઘરમાં રહો છો તેમાં પણ વાયરસ છુપાયેલો હોઈ છે. એટલા માટે તેને સારી રીતે સફાઈ કરવી.

ટીવી અથવા એસીના રીમોટ પર દિવસભર કેટલા બધા લોકો હાથ લગાવતા હશે, તેમાં પણ ઘણી પ્રકારના કીટાણું રહેલા હોઈ છે. માટે રોજ તેને સૈનિટાઈજ કરવું ના ભૂલવું.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment