આજે, આખો દેશ ક્યાંક લોક-ડાઉન હેઠળ ફસાયો છે અને તેનો અંત ક્યારે આવશે એ કોઈને પણ ખયાલ નથી. આવા ખરાબ સમયમાં લોકો એક સાથે આવી રહ્યા છે. અને સરકારી અધિકારીઓ તેમજ સરકાર આ મામલે ક્યાંય પણ પીછેહઠ કરી રહ્યા નથી, જે ખૂબ પ્રશંસાપાત્ર કહી શકાય.
આવા જ એક આઈએએસ અધિકારી છે શ્રજણા ગુમ્મલા જે હાલમાં વિશાખાપટ્ટનમમાં મ્યુનિસિપલ કમિશનર છે. શ્રજણા લાંબા સમયથી ગર્ભવતી હતા, અને હમણાં થોડાક જ દિવસો પહેલા ડિલિવરી કરવામાં આવી, અને નિયમો અનુસાર માં ને આવા સમયે 6 મહિનાની પ્રસૂતિ રજા મળે છે.
શ્રજણા ને આ રજા મળી હતી પરંતુ કોરોના ના આ કહેર માં અમને બીજું બધુ જ છોડી ને પોતાના 22-દિવસીય બાળક સાથે ઓફિસ પોહચી ને પોતાની ફરજ બજાવી હતી. ઓફિસ ના બીજા સહ કર્મચારીઓ બાળક ને સાચવામાં મદદ એ આગડ આવ્યા હતા જેનાથી તેણીનું કામ સરળ બની ગયું હતું.
શ્રજણાએ જણાવ્યુ હતું કે જો આપડા દેશ ના મુખ્ય પ્રધાન આ રીતે સખત મહેનત કરી શકે છે, તો આપણે પણ અમુક હદ સુધી મદદ કરી જ શકીએ છીએ. પછી, તે ફરીથી તેના કામમાં વ્યસ્ત થઈ જાય છે, જેમ લક્ષ્મીબાઈ પુત્ર સાથે યુદ્ધના મેદાનમાં લડવા ગઈ હતી. આજે દેશના તમામ સરકારી અધિકારીઓ અથવા કર્મચારીઓ બધા પોતપોતાની ફરજ બાખૂબી નિભા રહ્યા છે અને દેશ માટે ખડેપગે ઊભા છે.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team