આ દિવસોમાં, આપણે જોઈ રહ્યા છીએ કે લોકડાઉન થવાને કારણે લોકો તેમના ઘરોની અંદર જ બંધ છે અને માણસો પણ ખૂબ પરેશાન છે. હવે તેઓ નારાજ પણ થાય છે કારણ કે લોકોને આ રીતે ક્યારેય ઘરની અંદર રહ્યા નથી, પરંતુ જ્યારે લોકો તેમના ઘરોની અંદર લોક છે એવા સમયમાં દુનિયા માટે ઘણી સારી વસ્તુ પણ થઈ રહી છે અને આનો અર્થ એ થાય છે કે પ્રકૃતિ પોતે જ પોતાને ફરી થી સુંદર કરી રહી છે.
હવા પહેલા કરતા ઘણી વધુ શુધ્ધ બની ગઈ છે અને આ સિવાય હવે તેની અસર પાણી પર જોવા મળી॰ રહી છે. આપણે જાણીએ છીએ કે ગઈકાલ સુધી કારખાનાઓનું ગંદૂ પાણી ગંગા નદીને અશુદ્ધ બનાવતું હતું , પરંતુ તાજેતરના અહેવાલ મુજબ આ કારખાનાઓ બંધ થયા ત્યારથી જ ગંગા નદી શુદ્ધ થવા લાગી છે.
હવે 21 દિવસ પછી નદીની હાલત જોવા જઇયે તો એ છે કે આ પાણી પી શકાય એવું છે. ઘણા લોકો એવો દાવો પણ કરે છે કે છેલ્લા 100 વર્ષોમાં ગંગા નદીનુ પાણી ક્યારેય આટલું શુદ્ધ અને સાફ નહોતું જેટલું હવે જોવા મળે છે. તે સ્વયં ખૂબ મોટી બાબત છે કે આ નદી જે હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર રહી છે તે એટલી ચોખ્ખી બની ગઈ છે.
આ સિવાય જો આપણે વાત કરીશું તો બીજી ઘણી નદીઓ પણ આવી છે, જેના પાણીમાં પણ ઘણી બધી સ્વચ્છતા જોવા મળી છે, જે પોતાનામાં સારી બાબત છે, એટલે કે હવે માણસોને એક પાઠ મળ્યો છે કે તેઓ પ્રકૃતિ સાથે ચેડાં કરવાનું બંધ કરે નહિંતર, પ્રકૃતિ પોતાનું કામ જાતે જાણે છે
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team