
ઘી ખાવાથી વજન વધે? આ પ્રશ્ન ઈન્ટરનેટ પર વધુ સર્ચ થતો હોય છે અને એ જવાબના ગૂગલ પણ ‘ના’ કહે છે અને અમે આ લેખ દ્વારા પણ ‘ના’ કહીએ છીએ. ચાલો, જાણીએ ઘી વિષેની એવી માહિતી જે આજ સુધી તમે ક્યાંય નહીં જાણી હોય? સૌ પ્રથમ તો લોકોના મનમાં ઉદ્દભવતા એક સામાન્ય પ્રશ્ન વિષેની ચર્ચા કરીએ :
શું ઘી ખાવાથી વજન વધે છે?

ઘણા લોકોનું એવું માનવું છે કે ઘી ખાવાથી વજનમાં વધારો થાય છે પણ આ તદ્દન ખોટી માન્યતા છે. ખરેખર તો શરીરને જેમ અલગ અલગ ખોરાકની જરૂર પડે છે એવી રીતે ઘી ખાવું પણ સારું ગણાય છે. ઘી શરીર માટે બેસ્ટ છે કારણ કે આખા શરીરના સાંધા માટે ઘી ઉપયોગી થાય છે એટલે જ ઘી ને એક પ્રકારનું લુબ્રીકેંટનું કહેવામાં આવે છે.
ઘી ને ક્યારે ખાવું જોઈએ?

ઘી ખાવાનો સાચો સમય છે ભૂખ્યા પેટે સવારમાં… જો સવારે ભૂખ્યા પેટે ઘી નું સેવન કરવામાં આવે તો ઘી થી એક નહીં અનેક ફાયદા થાય છે. સવારમાં ઘી નું સેવન કરવાથી બોડીનો મેટાબેલિક રેટ વધે છે અને વજન ઉતારવામાં પણ મદદ મળે છે.
સવારમાં ઘી ખાવાના ફાયદાઓ :
(૧) માણસના શરીરમાં લોહીનો મહત્વનો ભાગ હોય છે. લોહીમાં રહેલા અલગ – અલગ કણો શરીરની ક્ષમતા વધારવામાં મદદ કરે છે. સવારમાં ઘી ખાવાથી બોડી સેલ્સ ફરીથી જીવિત અવસ્થામાં આવે છે, જે સ્કીનમાં ચમક આપે છે. ડ્રાઈ સ્કીનને ફરીથી સારી કરવા માટે ઘી નું સેવન ફાયદાકારક છે.

(૨) સવારમાં ઉઠતાંની સાથે જ ઘી નું સેવન સાંધાના દુઃખાવામાં પણ રાહત આપે છે. ઘી માં રહેલું લુબ્રીકેંટ આખા શરીરના સાંધામાં રાહત આપે છે અને હાડકાના દુખાવામાંથી છુટકારો આપે છે.

(૩) નિયમિત ઘી નું સેવન કરવાથી ચરબી વઘતી નથી પરંતુ નિયમિતરૂપે સવારે ભૂખ્યા પેટે ઘી ના સેવનથી ચરબી ઉતારવામાં મદદ મળે છે. બોડીને વ્યવસ્થિત રીતે મજબૂત બનાવવા માટે ઘી અતિઉતમ ગણાય છે.
સવારમાં નિયમિતપણે ઘી ની ભાવતા મુજબની માત્રા શરીર માટે અતિઉપયોગી છે જે શરીરને લાંબી આયુષ્ય આપવામાં મદદ કરે છે. એ જ કારણે જૂના સમયના લોકોની આયુષ્ય વધારે હતી…
આશા છે કે આ લેખની માહિતી આપને પસંદ આવી હશે અને આ માહિતીને મિત્રો સાથે પણ શેયર કરશો. વધુ આવી જ રસપ્રદ અન્ય જાણકારી માટે ફેસબુક પેજ ‘ફક્ત ગુજરાતી’ સાથે જોડાયેલા રહેજો.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Ravi Gohel