ઘરમાં નાનેરૂ બાળક આવવાની તૈયારી ચાલી રહી છે અને પતિદેવ તો આ સમાચાર સાંભળીને ખુશીથી ફરવા લાગ્યા છે. પણ આ સમયમાં સૌથી વધુ કાળજી રાખવાનો સમય હોય છે. રોજીંદા ખોરાકમાં એકદમ મહત્વ આપની કાળજી લેવી પડે છે કારણ કે આ સમયે બાળક અને ગર્ભમાં રહેલા બાળકનો સીધો સંપર્ક હોય છે. પ્રેગનેન્સી દરમિયાન હેલ્ધી વસ્તુ ખાવાની ટેવ ફરજીયાત અપનાવવી પડે છે અને શરીરને કોઈ તકલીફ ન પડે એવો ખોરાક લેવો પડે છે.
એ લીસ્ટમાં એક ખાદ્યચીજનું નામ પ્રથમ છે. જી હા, પ્રેગનેન્સી દરમિયાન ખજૂર ખાવાના અનેક ફાયદાઓ છે અને ખજૂર ખાવાથી શરીરમાં કોઈ પ્રકારની આડઅસર પણ નથી થતી. શરીરની તંદુરસ્તીથી લઈને પ્રોટીન, ફાઈબર અને વિટામીનથી ભરપૂર ખજૂર ગર્ભવસ્થામાં ખુબ ફાયદો આપે છે.
આજનો લેખ ખુબ જ અગત્યનો છે અને આ લેખમાં એ માહિતી લખી છે જે તમે બહુ ઓછી જગ્યાએ જાણી હશે અથવા વાંચી હશે. ગર્ભાવસ્થા દરમિયાન ખજૂર ખાવાનું ક્યારેય ભૂલતા નહીં, ખજૂર આહારમાં શામિલ કરવામાં આવે તો ‘મા’ ના શરીરને પોષણક્ષમ બનાવી શકાય છે. તો ચાલો, ગર્ભાવસ્થા દરમિયાન ખજૂરને લગતી માહિતી વધુ જાણીએ….
ખજૂર ખાવાથી સ્ત્રીને પ્રસવ પીડામાં રાહત મળે છે અને સામાન્ય ડીલીવરી માટે પણ ફાયદાકારક રહે છે. ખજૂર એકદમ પૌષ્ટિક હોય છે અને રેસાયુક્ત પણ હોય છે જે શરીરને ગર્ભમાં રહેલા બાળક માટે પણ ઉચિત ગણાય છે.
ખજૂર ખાવાના મહત્વના ફાયદાઓ :
(૧) રોગપ્રતિકારક ક્ષમતા :
ખજૂરમાં લોહતત્વ હોય છે, જે શરીર માટે અતિઉપયોગી હોય છે. ગર્ભમાં રહેલા બાળકને એનીમિયાથી બચાવવામાં ખજૂર અસરકારક રહે છે અને સાથે શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.
(૨) પ્રોટીનનો સ્ત્રોત :
ખજૂર શરીરને મોટા પ્રમાણમાં પ્રોટીનની કમી પૂરી કરે છે, જે શરીરમાં એમીનો એસીડ બનાવવા માટે જરૂરી છે. શરીરની વૃદ્ધિ માટે ખજૂર આવશ્યક કહેવાય છે. ગર્ભાવસ્થા દરમિયાન મા બને બાળક બંને માટે શરીરની તંદુરસ્તી જરૂરી છે એ વખતે જરૂર ફાયદેમંદ રહે છે.
(૩) શ્યુગર લેવલ :
દરેક વ્યક્તિ માટે શ્યુગર જરૂરી છે અને ગર્ભાવસ્થા દરમિયાન તો ખાસ શ્યુગર લેવલ બરાબર રહેવું જરૂરી છે. તમે બધા જાણો છો એ રીતે ખજૂર શ્યુગર લેવલ ઠીક રાખવા માટે પણ મદદરૂપ થઇ શકે છે.
અગત્ય ની નોધ : ડોક્ટર ની સલાહ લીધા બાદ જ અમે જણાવેલ ખોરાક લેજો.
આશા છે કે આજની માહિતી આપને પસંદ આવી હશે. આવી જ અન્ય માહિતી મેળવવા માટે ફક્ત ગુજરાતી ફેસબુક પેજને લાઈક કરવાનું ભૂલતા નહીં.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Ravi Gohel