હથેળીમાં બનતા ચિહ્ન વ્યક્તિના ભાગ્ય વિશેનું રહસ્ય ખોલે છે. હથેળીમાં રેખાઓ સિવાય પણ બીજા અનેક પ્રકારના ચિહ્નો જોવા મળે છે, જે વ્યક્તિના ભાગ્ય તરફ ઈશારો કરે છે. આજે અમે એક એવા ચિહ્ન વિશે વાત કરીશું જેના વિશે તમે ખાસ નહી જાણતા હોઈ. આવો જાણીએ તેના વિશે ..
જેમકે આપણે દરેક જાણીએ છીએ કે ભગવાન શિવને ડમરૂ ખુબજ પ્રિય છે. તેમાંથી નીકળતો ધ્વની બ્રહ્મનાદ કહેવાય છે. તેના ધ્વનીથી સમગ્ર બ્રહ્માંડમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. ભોલેનાથ જ્યારે પ્રસન્ન થાય છે કે ક્રોધિત થાય છે ત્યારે તે ડમરૂનો નાદ કરે છે. ધર્મશાસ્ત્રો અને માન્યતા અનુસાર જે ઘરમાં ડમરૂનો નાદ થાય શિવજીનો કાયમી વાસ ત્યાં થાય છે.
હસ્તરેખામાં જો ડમરૂનું નિશાન હોય તો તેને ખુબજ શુભ માનવામાં આવે છે. જેમની હથેળી પર આ નિશાન હોય તેઓ ખુબજ ભાગ્યશાળી હોય છે.
હસ્તરેખામાં ડમરૂ હોય તો આવું સમજવુ
જે જાતકના હાથમાં ડમરૂનું નિશાન હોય એ જાતક ક્યારેય પૈસાની કમી નથી મહેસુસ કરતો. સુખ-સંપન્નથી ભરપુર હોય છે તેમનું જીવન. આધ્યાત્મિક પ્રવૃત્તિમાં હોય છે ખાસ ધ્યાન.
જો બ્રહસ્પતિ પર્વત પર હોય ડમરૂનું નિશાન
હસ્તરેખા શાસ્ત્રમાં ડમરૂનું ખુબજ મહત્વ રહેલુ છે. કહેવાય છે કે આ નિશાન ખુબ જ ઓછા લોકોની હથેળીમાં જોઈ શકાય છે. જેમની હથેળીમાં આ નિશાન હોય તેમના પર ભોલેનાથની વિશેષ કૃપા થાય છે. જો તમારા પર બૃહસ્પતિ પર્વત પર હોય તો ઉચ્ચ પદ પર આવે છે. હસ્તરેખા વિશેષજ્ઞનું માનવુ છે આવા જાતકો ક્યાંય પાછા પડતા નથી.
ક્યારેય નથી આવતી આ સમસ્યા
હસ્તરેખા શાસ્ત્રમાં ડમરૂનું નિશાન ખુબજ પવિત્ર અને શુભ માનવામાં આવે છે. હથેળીમાં આ નિશાન જાતકના જાવનને શાંતિથી સુખમય પસાર કરવાના સંકેત આપે છે. ખરાબમાં ખરાબ પરિસ્થિતિમાં પણ આ જાતક જીવનનો રસ્તો શોધી લેતા હોય છે. તેઓ માનસિક રીતે ખુબજ મજબુત હોય છે.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Shivani & FaktGujarati Team