શા માટે થાય છે એક જ મંદિરમાં હનુમાનજી અને શનિદેવની પ્રતિમાની સ્થાપના જાણો

સનાતન ધર્મમાં આસ્થા રાખનાર તમામ લોકો ભગવાન હનુમાનને સંકટ મોચન અને શનિદેવને ખરાબ કર્મોની સજા આપનાર દેવ માને છે. આ બંને દેવતાઓનો ભગવાન શંકર સાથે ખાસ સંબંધ છે. હનુમાનજી તો શંકર ભગવાનનો જ અવતાર છે. જ્યારે શનિદેવએ કઠોર તપ કરી શિવજીની શક્તિઓ પ્રાપ્ત કરી હતી. આ ઉપરાંત પણ શનિદેવ અને હનુમાનજીની કેટલીક એવી વાતો છે જેનાથી તેમના ભક્તો મોટાભાગે અજાણ હોય છે. તો ચાલો આજે જાણીએ કે આ બંન્ને દેવ વિશેની આવી જ કેટલીક ખાસ અને અજાણી વાતો.

જેમકે આપણે જાણીએ છીએ શનિવારે આપણે હનુમાનજીની પૂજા કરીએ છીએ. અને સાથે જ શનિદેવની પણ વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. શનિવાર ના દિવસે હનુમાનજી અને શનિદેવની પૂજા કરવાથી બંને દેવ પ્રસન્ન થાય છે.

શનિવારનો દિવસ એટલે સામાન્ય રીતે હનુમાનજીની પૂજા અર્ચના કરવાનો દિવસ સાથે સાથે શનિદેવની પૂજા કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. કહેવાય છે કે ભગવાન હનુમાનજીની પૂજા કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને હનુમાનજીની તેમના પર કૃપા થાય છે.

આપણે જોઈએ છીએ કે જે પણ હનુમાનજીનું મંદિર હોય ત્યાં શનિદેવની પ્રતિમા જરૂર હોય છે. આપણા મનમાં સવાલ ઉઠે કે શનિદેવ અને હનુમાનજીની પ્રતિમા એક જ મંદિરમાં રાખી શકાય? હનુમાનજી અને શનિદેવ વચ્ચે ક્યો સંબંધ છે. આજે આપણે વિસ્તારથી જાણીએ.

પૌરાણિક કથા અનુસાર એક વખત હનુમાનજી કોઈ કાર્યમાં વ્યસ્ત હતા. એ સમયે શનિદેવ ત્યાંથી પસાર થયા. શનિદેવને રસ્તામાં હનુમાનજી દેખાયા, શનિદેવને મસ્તી સુઝી તેમણે તેમના કાર્યમાં વિધ્ન નાંખવા હનુમાનજીની પાસે પહોંચી ગયા.

હનુમાનજીએ શનિદેવને તેમની પુંછડીથી ઝકડી લીધા. અને પછી તેમના કાર્યમાં વ્યસ્ત થયા. આ દરમિયાન શનિદેવને ખુબજ ઇજા પહોંચી. કામ સમાપ્ત થતા હનુમાનજીને શનિદેવનો વિચાર આવ્યો અને શનિદેવને આઝાડ કર્યા.

ત્યારબાદ શનિદેવે હનુમાનજી પાસે સરસવનું તેલ માંગ્યુ, હનુમાનજીએ સરસવનું તેલ આપ્યુ શનિદેવ સાજા થઈ ગયા. શનિદેવે ત્યારથી કહ્યું જે ભક્ત શનિવારે તેલ ચડાવે તેમના પર વિશેષ કૃપા થશે. ત્યારથી દરેક મંદિરમાં શનિદેવની સ્થાપના થાય છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment