એક્ટર રિતેશ દેશમુખ તેના પિતા અને મહારાષ્ટ્રના પૂર્વ સીએમ વિલાસરાવ દેશમુખની બાયોપિક બનાવા ઈચ્છે છે. હાલ તો સારી સ્ક્રિપ્ટની રાહ જોવાઈ રહી છે. વિલાસરાવ ૧૯૯૯-૦૩ અને ૨૦૦૪-૦૮ સુધી મહારાષ્ટ્ર ના બે વાર સીએમ રહી ચુક્યા છે.
આગામી ફિલ્મ ‘બાગી 3’ ના પ્રમોશન કરવા પહુંચેલા રિતેશે મીડિયા સાથે વાતચીત કરી. આ દરમ્યાન આ બધી વાત થયેલી. ‘બાગી 3’ ૨૦૧૨ માં આવેલી તમિલ ફિલ્મ ‘વેટ્ટઈ’ ની રીમેક છે. આ ફિલ્મ માં ટાઈગર શ્રોફ અને શ્રદ્ધા કપૂર અહેમ ભૂમિકામાં છે.
તેના પિતા વિશે વધુ રિતેશે જણાવ્યું કે, તેમણે એક સરપંચના નાતે તેની રાજનીતિક શરૂવાત કરી હતી, ત્યારબાદ તે મહારાષ્ટ્રના સીએમ બન્યા. રિતેશ એક એવી સ્ક્રિપ્ટની રાહમાં છે જે ઓડીયન્સ ને એન્ટરટેન સાથે તેના પિતાનું જીવન પણ સારી રીતે જોઈ શકે.
રિતેશે વધુ જણાવતા કહ્યું, જયારે તમે કોઈના જીવન પર કિતાબ લખવા બેસો ત્યારે ૫૦૦ અથવા ૬૦૦ પેજ લખી શકો છો પરંતુ કોઈના જીવન ને 2 કલાકમાં ફિલ્મમાં દેખાડવું મુશ્કેલ છે. ત્યારબાદ જો તમે સફળ નથી થતા તો બાયોપિક બેરંગી થઈ જાય છે.
જુનમાં રિલીજ થશે જય લલિતાની બાયોપિક ‘થલાઈવી’. આ ફિલ્મમાં કંગના રાણાવત મુખ્ય ભૂમિકા ભજવી રહી છે. વિજય નિર્દેશિત આ ફિલ્મ હિન્દી, તમિલ અને તેલુગુ માં રિલીજ થશે.
અરવિંદ કેજરીવાલ પર બની ચુકી છે ડોક્યુંમેન્ટરી
દિલ્લીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલ ના જીવન પર ડોક્યુંમેન્ટરીનું નિર્માણ થઈ ચુક્યું છે. જેમાં અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા, યોગેન્દ્ર યાદવ વગેરે એ અહેમ ભૂમિકા ભજવી છે.
આંધ્ર સીએમ વાયએસઆર રેડ્ડી પર બની ચુકી છે બાયોપિક
વર્ષ ૨૦૧૯ માં સીએમ વાયએસઆર રાજશેખર રેડ્ડી પર ફિલ્મ ‘યાત્રા’ નું નિર્માણ થયું હતું. આ ફિલ્મમાં મમ્મુટી એ મુખ્ય ભૂમિકા ભજવી હતી.
મમતા બેનર્જીની ફિલ્મનું નામ ‘બાઘિની’
નેહલ દત્તાની ફિલ્મ ‘બાઘિની : ધ બંગાલ ટાઈગ્રેસ’ બંગાલની સીએમ મમતા બેનર્જી ના જીવન થી પ્રેરિત છે.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Shivani & FaktGujarati Team