શું તમે તમારા ચેહરાની સમસ્યાને લઈ પરેશાન છો ? માત્ર એક જ અઠવાડિયામાં દુર થશે બધી જ સમસ્યા

સામાન્ય રીતે દરેક લોકોને ચેહરાને લગતી કઈ ને કઈ સમસ્યા હોઈ જ છે. કોઈ ને પિમ્પલ તો કોઈને સ્કીન ને લગતી. પરંતુ આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ એક એવો ઘરેલું ઉપાય જેના દ્વારા તમે તમારા ચેહરા પર આવતી દરેક સમસ્યા નો ઉકેલ માત્ર અઠવાડિયા માં જ લાવી શકશો.

આપણા બધાના રસોડામાં જીરાનો ઉપયોગ તો થતો જ હોઈ છે. જીરાની અંદર વિટામીન ઈ રહેલું છે, જે ત્વચાને લગતી દરેક સમસ્યાનો ઉકેલ લાવી શકે છે. ચેહરા પર થયેલા ખીલ, કાળા દાગ તથા અન્ય બીજી સમસ્યા ના નિવારણ માટે જીરાને પિસી કોઇપણ ફેસપેકમાં ભેળવી ચેહરા પર લગાવી દેવું. એવું કરવાથી ચેહરાની દરેક સમસ્યા થી રાહત મળશે.

જીરા ની અંદર વિટામીન એ ઉપરાંત તે ખૂબ જ સારું એન્ટિ ઓક્સિડન્ટ છે. આથી જીરાના પાઉડર ને કોઈપણ ફેસપેક સાથે ભેળવીને ચહેરા પર લગાવવાથી ચહેરા પરની કરચલીઓ દૂર થાય છે તથા તેને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહે છે. જેથી તમારા ચહેરા પરના વધતી ઉંમરના નિશાન દૂર થાય છે. ચહેરાની ત્વચા ટાઇટ થાય છે.

જીરા ની અંદર રહેલા એન્ટી-ઓક્સિડન્ટ તમારા ચહેરાને ઇવન ટોન બનાવી તમારા રૂપને નિખારે છે. જીરાના પાઉડર સાથે લીંબુનો રસ ભેળવી ચહેરા પર સ્ક્રબ કરવાથી ચહેરા પરની ડેડ સ્કિન દૂર થાય છે તથા ચહેરા પર ચમક આવે છે. આમ કરવાથી ચહેરા પરના બ્લેક હેડ પણ દુર થાય છે.

આ ઉપરાંત જીરા ની સુગંધ મનને પ્રફુલ્લિત કરનાર હોય છે. જેથી જીરા ની પોટલી બનાવી રાત્રે સૂતા સમયે ઓશિકા પાસે રાખવાથી ખૂબ સારી ઊંઘ આવે છે. આમ ઘરમાં મસાલા તરીકે વપરાતા આ જીરાનું યોગ્ય રીતે ઉપયોગ કરી તમારા ચહેરા ની સમસ્યાઓમાંથી છુટકારો મેળવી શકો છો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment