મિત્રો, બધા જ ત્રણ પાનવાળા બીલીપત્રને તો ઓળખતા જ હશો. બીલીપત્ર શિવજી ને ખુબ જ વહાલા છે. આ બીલીપત્ર શિવજીને ચડાવવાથી ના ફક્ત પાપનો જ નાશ થાય છે પરંતુ ઘરમાં પૈસા બાબતે અછત રહેતી નથી અને દરેક મનોકામના પૂર્ણ થાય છે. બીલીપત્ર ચડાવવા માં પણ અમુક રીત હોઈ છે જે જાણી લેશો તો શિવજીની કૃપા તમારા પર બની રહેશે. બીલીપત્ર ની પૂજાને શિવ ઉપાસના માં ખુબ જ વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. આજે અમને તમને જણાવીશું કે કેવી રીતે શિવજી ને બીલીપત્ર ચડાવવા જોઈએ …
આ પ્રમાણે ચડાવવું બીલીપત્ર –
શિવજીને બીલીપત્ર અર્પણ કર્યા પહેલા સૌપ્રથમ સ્નાન કરી પછી સ્વચ્છ કપડા પહેરીને શિવાલયમાં જઈને શિવજી પર પાણી અથવા દૂધની ધારા સમર્પિત કરવી. આ ઉપરાંત પંચોપચાર પૂજામાં ગંધ, અક્ષત પછી ત્રણ પાંદ વાળા ૧૧,૨૧,૫૧ અથવા શ્રદ્ધાનુસાર વધારેમાં વધારે બીલીપત્ર શિવલિંગ પર એક મંત્ર બોલીને ચડાવવું, જે આ મંત્ર છે…
दर्शनं बिल्वपत्रस्य स्पर्शनं पापनाशनम् ।
अघोरपापसंहारं
बिल्वपत्रं शिवार्पणम् ।।
त्रिदलं
त्रिगुणाकारं त्रिनेत्रं त्रयायुधम्।
त्रिजन्म
पापसंहारंमेकबिल्वं शिवार्पणम।।
ઉપર જણાવેલા શ્લોક અને પૂજા કર્યા બાદ નૈવેદય તેમજ બીલીપત્ર અર્પણ કરીને પછી શિવજીના મંત્ર જાપ કરવા અને સ્તુતિ કરીને પછી શિવજી ની આરતી કરવી જોઈએ. છેલ્લે શિવ પાસેથી સુખદ અને નીરોગી જીવનની કોઈ પણ મનોકામના કરવી. આ બધું કરવાથી શિવજી તમારી મનોકામના જરૂર થી પૂરી કરશે.
બીલીપત્ર ચડાવવા માટે ૬ મહિના સુધી વાસી ચડાવવામાં નથી આવતા. તેને એક વાર શીવલિંગ પર ચઢાવ્યા પછી ઘોઈને ફરીથી ચઢાવી શકાય છે. ઘણી જગ્યા પર શિવાલયોમાં બીલીપત્ર ઉપલબ્ધ ન હોવાને કારણે એના ચૂર્ણને ચઢાવવાનું વિધાન હોય છે. એટલે પુજારી ત્યાં બીલીપત્રના ચૂર્ણ ને પણ ચડાવવાનું કહે છે.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Shivani & FaktGujarati Team