જેમકે આપણે બધા જ જાણીએ છીએ કે જયારે પણ માણસ થાકી જાય છે કે તેને કઈ વિપત્તિ આવી પડે છે ત્યારે તેની પાસે ભગવાન સિવાય બીજો કોઈ રસ્તો જ નથી હોતો. આ બધાથી કંટાળી તે ભગવાન પાસે મદદ માંગે છે. ભગવાન પણ ખુબ જ દયાળુ છે જે કોઈ પણ ભક્ત સાચા મનથી તેની પાસે માંગે તેને તે ખાલી હાથ નથી જવા દેતો. આજે અમે તમને એક એવા મંદિર વિશે જણાવીશું જ્યાં ભગવાનની અદાલત ભરાય છે. આ મંદિરને વિશેષતા માટે આખા દેશમાં ઓળખવામાં આવે છે. અને અહી બધાની મનોકામના પૂર્ણ થાય છે.
દેશમાં ઘણી વસ્તુ એવી છે જેના પર ખુલી આંખથી વિશ્વાસ કરવો મુશ્કિલ થાય છે, પરંતુ એમની આસ્થા એમના હોવાનું પ્રમાણ આપે છે. મિત્રો અત્યાર સુધી ન્યાય માટે લોકોને ચક્કર લગાવતા જોયા જ હશે, પરંતુ આજે અમે એક એવા મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના વિશે લગભગ ઘણા ઓછા લોકો જાણતા હશે.
આ મંદિરને ન્યાય માટે ઓળખવામાં આવે છે. અહી સ્ટેમ્પ પેપર પર અરજી લખીને મંદિરમાં બાંધવામાં આવે છે આવું કરવાથી વ્યક્તિને ન્યાય મળે છે. એટલું જ નહિ અહી જો કોઈ વ્યક્તિ પોતાની મનોકામના એક કાગળમાં લખીને લટકાવે તો એ પણ પૂર્ણ થાય છે. આવી રીતે અહી ન્યાય અને ઇચ્છાઓ પુરતી કરવા માટે એક કાગળમાં અરજી લખી લટકાવવામાં આવે છે. આ મંદિર ઉત્તરાખંડ માં આવેલું છે.
ઉત્તરાખંડના અલમોડા જીલ્લામાં આવેલ આ મંદિર માં જે ભગવાન છે એ ગોલુ દેવતા ના નામથી ઓળખાય છે. આ ગોલુ દેવતા ભગવાન શિવજી નો જ એક ભેરવ અવતાર છે એવું માનવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે જયારે વ્યક્તિની ઈચ્છા પૂર્ણ થઇ જાય છે ત્યારે અહી ઘંટી ચડવામાં આવે છે. ભગવાનને ઈચ્છા પુરતી બદલ ઘંટી ભેટ કરવામાં આવે છે. આ મંદિરમાં ભક્તોની ભીડ હંમેશા રહે છે અને મોટા ભાગે એવા ભક્તો હોય છે જેમના કોઈ કોર્ટ કચેરીમાં કેસ ચાલી રહ્યા હોય અને તેનો કોઈ ચુકાદો ના આવી રહ્યો હોય, તેથી તેનો જલ્દી ઉકેલ આવી જાય એ માટે અહી ભક્તો માનતા રાખે છે.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Shivani & FaktGujarati Team