જેમ કે આપણે બધા જાણીએ જ છીએ કે એક દેશ ત્યારે જ બને છે જ્યારે આસપાસના શહેર એકબીજાથી જોડાયેલા હોઈ. બધા લોકો એકબીજા પ્રત્યે પ્રેમ ભાવના રાખે. આજે અમે તમને એક એવા દેશ વિશે જણાવીશું જે પોતાના જ દેશમાં નથી. આ શહેર તેના દેશથી પૂર્ણ રીતે અલગ છે. દ્રીતીય વિશ્વ યુદ્ધના સમયે આ શહેર જર્મનીના કબજામાં હતું. આવો જાણીએ વધુ તેના વિશે ..
મિત્રો, અમે વાત કરી રહ્યા છીએ કેલિનિનગ્રાદની, જે રશિયાનું એક શહેર છે. પરંતુ રશિયાથી દૂર, આશરે ચાર લાખની આબાદી વાળા આ શહેર લિથુઆનિયા અને પોલેન્ડની વચ્ચે સ્થિત છે. પરંતુ આ ક્ષેત્રમાં પ્રવેશ માટે રશિયા વિઝાની જરૂરત પડે છે. આ શહેરમાં જવા માટે લોકો બીજા દેશની સીમા પસાર કરીને જવું પડે છે.
18 મી અને 19મી શતાબ્દીઓમાં આ રાજ્ય તેના ચરમ પર હતું. પરંતુ બાદમાં આ રાજ્યનું અસ્તિતવ પતી ગયું અને તેનું વધારે ભાગ કમ્યુનિસ્ટ પૂર્વી જર્મની પોલેન્ડ અને રશિયાએ લઇ લીધું. કેલિનિનગ્રાદ શહેર બાલ્ટિક સાગરમાં પડનારી પ્રીગોલિયા નદીના કિનારે સ્થિત છે. મધ્ય યુગમાં, આ શહેર જૂના પ્રશિયાના ત્વાંગસ્તે નામનો કસબો હતો. જોકે, પ્રશિયા ઉત્તરી યુરોપનું એક જર્મન ઐતિહાસિક રાજ્ય હતું.
કૈલિનિનગ્રાદ શહેરમાં વર્ષ 1255માં ઉત્તરી ક્રુસેડ્સ દરમિયાન ટીટોનિક નાઇટ્સ દ્રારા એક નવો કિલ્લો બનાવ્યો હતો. દ્રિતીય વિશ્વ યુદ્ધ દરમિયાન એટલે 1944માં બ્રિટિશ સેનાએ આ શહેર પર ભારે બોમ્બ ફેંક્યા હતા. જેનાથી આ શહેર પૂર્ણ રીતે તબાહ થઇ ગયું અને તે બાદ 1945માં જ્યારે આ રશિયા શહેર બન્યું તો તેની આબાદી (જર્મન નાગરિક) ભાગી ગઇ કે તેમને ભાગવા પર મજબૂર કરવામાં આવ્યા. હવે અહીં રહેનારા લગભગ 87 ટકા લોકો રશિયા મૂળના છે.
આ રશિયા શહેર લિથુઆનિયા અને પોલેન્ડની વચ્ચે છે અને અહીંના રહેવાસીઓએ તેમના દેશમાં જવા માટે બીજા દેશથી થઇને પસાર થવું પડે છે. જેથી પોલેન્ડ અને રશિયા સંઘની વચ્ચે એક સમજૂતી કરવામાં આવી છે. તે મુજબ અહીંના રહેવાસીઓ માટે એક વિશેષ કાર્ડ બનાવવામાં આવ્યું જે પોલેન્ડના શહેરોથી થઇ કોઇ રોક-ટોક વગર વારંવાર તેમના દેશ એટલે રશિયાની યાત્રા કરી શકે.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Shivani & FaktGujarati Team