જાણો સુરતમાં થયા એક અનોખા લગ્ન, ગાયની સાક્ષીમાં લીધા સાત ફેરા ..

આમ તો હવે જમાના મુજબ બધા જ પોત-પોતાની રીતે લગ્ન કરતા હોઈ છે. પરંતુ આજે અમે તમને સુરતમાં થયા એક અનોખા લગ્ન વિશે જણાવીશું. જેમાં વરરાજાએ હાથમાં CAA ના સમર્થનમાં મહેંદી લગાવીને વરઘોડો કાઢ્યો હતો. તો લગ્ન મંડપમાં ગાય અને વાછરડાં સાથે એન્ટ્રી મારી હતી. આ લગ્ન પ્રસંગમાં ખાસ મહેમાન તરીકે ગૌમાતા અને વાછરડાએ ખાસ હાજરી આપી હતી. તો ગાય માતાની સાક્ષીમાં જ વરરાજા અને દુલ્હને સાત ફેરા ફર્યા હતા.

સુરતના ભટાર રોડ પર રહેતા અને મૂળ રાજસ્થાનના રામપાલ ગાડોદિયાના પુત્ર રોહિત કુમાર અને વેસુમાં રહેતા મદનલાલ તોડીની પુત્રી અભિલાષાના લગ્નની ચર્ચા હાલ દેશભરમાં થઈ રહી છે. રોહિત કુમાર બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં પીએચડી કરી રહ્યા છે અને અભિલાષા સીએ છે. બંને પરિવારોએ લગ્ન સમારોહ થકી ભારતીય સંસ્કૃતિનું જતન અને વૈદિક પરંપરાનો અમલ કરવાનો સંકલ્પ કર્યો હતો.

રોહિતે હાથમાં CAAના સમર્થનમાં મહેંદી લગાવી હતી. લગ્ન સમારોહ માટે બે ગાય માતા અને એક વાછરડાં સાથે વરઘોડો કાઢવામાં આવ્યો હતો. લગ્નમંડપમાં ગાય માતા અને વાછરડાંના પ્રવેશ બાદ જ વરરાજાનો પ્રવેશ કરાવવામાં આવ્યો છે. રોહિત અને અભિલાષા બંનેના વૈદિક પરંપરા અનુસાર થયેલા લગ્નમાં મુખ્ય મહેમાન તરીકે ગાય માતા અને વાછરડાએ હાજરી આપી હતી. ત્યારે દુલ્હા રોહિતે પોતાના હાથમાં ખાસ મહેંદી લગાવી હતી. આ મહેંદીમાં તેણે હાલમાં પસાર થયેલા કાયદા CAAનું સમર્થન કર્યું હતુ.

લગ્નમાં ચાંદલામાં મળનાર રકમ રાષ્ટ્ર માટે કાર્ય કરનાર સંસ્થાઓને અર્પણ કરાશે. અન્ય યુવાઓની જેમ આ કપલે પ્રિ-વેડિંગ શૂટિંગ અને અન્ય ખર્ચાઓના ધુમાડા પણ કર્યા નથી. લગ્નનો મુખ્ય હેતુ પર્યાવરણની જાળવણી અને વૈદિક લગ્ન અંગે લોકોને જાગૃત કરવાનો હતો. વરરાજાના પિતા રામપાલે જણાવ્યું હતું કે, આજની યુવાપેઢી ભારતીય મૂળની વૈદિક પરંપરાને જાણે એ હેતુથી લગ્ન આયોજનમાં વિવિધ પ્રકારના સંકલ્પ સાકાર કરાયા છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment