હનુમાનજી ની બ્રહ્મચારી તરીકે ગણતરી થાય છે. તમને એ પણ જણાવી દઈએ કે શ્રીરામચરિત માનસ મુજબ હનુમાનજીનો જન્મ મંગળવારે થયો હતો. આ જ કારણથી આજે પણ મંગળવાર ના રોજ હનુમાનજીની પૂજા કરવામાં આવે છે. દરેક લોકો એ હનુમાનજી ની પૂજા કરવી જોઈએ. ઘણા લોકોને સખત મહેનત કરવા છતાં પણ જો સફળતા ના મળી રહી હોઈ તો જ્યોતિષિય ઉપાય કરવાથી લાભ મળી શકે છે.કળયુગમાં સૌથી જલ્દી પ્રસન્ન થતાં દેવતા હનુમાનજી છે. આજે અમે તમને જણાવીશું કે મંગળવાર ના દિવસે કઈ રીતે તેની પૂજા કરવાથી મળે છે સફળતા. તો આવો જાણીએ વધુ તેના વિશે ..
ઘણા વ્યક્તિ ખુબ જ મહેનત કરવા છતાં પણ તેને યોગ્ય સફળતા પ્રાપ્ત થતી નથી એવામાં તેમને હનુમાનજી નો પાઠ કરવો. નોકરીમાં સતત સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હોય તો મંગળવારના દિવસે હનુમાનજીને બૂંદીના 11 લાડુનો ભોગ ચડાવવો. ભોગ લગાવ્યા પછી પ્રસાદ ભક્તોને વહેંચી દેવો.
મંગળવારની રાત્રે હનુમાનજીની સામે તેલનો દીવો પ્રગટાવવો. મંગળવારથી શરૂ કરીને જે લોકો રોજ રાત્રે ભગવાન સામે દીવો પ્રગટાવે છે તેમને ધન સંબંધી આવતી પરેશાનીઓ માંથી છૂટકારો મળે છે.
મંગળવારના દિવસે સવારે વહેલાં ઊઠવું અને કોઈ મંદિર જવું. ત્યાં હનુમાનજીને સિંદૂર અને ચમેલીનું તેલ અર્પણ કરવું. ત્યારબાદ ऊँ रामदूताय नम: મંત્રનો 108 વાર જાપ કરવો. હનુમાનજીનો આ મંત્ર બહુ જલ્દી શુભ ફળ આપે છે. આ ઉપાય સતત 11 મંગળવાર સુધી જરૂર કરવો.
હનુમાન મંદિરમાં રામ દરબારની સામે બેસીને રામાયણનો પાઠ કરવો. જેમ-જેમ રામાયણ પૂરી થતી જશે તમારી સમસ્યાઓ દૂર થતી જશે. હનુમાન ચાલીસા અથવા સુંદરકાંડનો પાઠ કરવો. સાથે જ બજરંગબલીને સિંદૂર, ચમેલીનું તેલ અને પાન પણ અર્પણ કરવું જોઈએ. આ દરેક ઉપાય કરવાથી તમારા દરેક પ્રકાર ના મુશ્કેલ કામ અને અધૂરા કામ પૂર્ણ થઇ જશે.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Shivani & FaktGujarati Team