જેમ કે આપણે દરેક જાણીએ છીએ કે પૈસા એ દરેક લોકોની પ્રાથમિક જરૂરિયાત છે. તેના વિના કઈ જ નથી. આવી પરીસ્થીમાં જો કોઈ વ્યક્તિ અથાગ મહેનત કરવા છતાં પણ જો સફળતા ના મેળવી શકતો હોઈ તો તેમને નીચે જણાવેલી કોઈ એક વસ્તુ જરૂર કરવી. જેનાથી તે પોતાની કિસ્મત ના દ્વાર ખોલી શકે. આ માટે તમારે વધુ કંઈ ખાસ કરવાની જરૂર નથી. પરંતુ રાત્રે સૂતા સમયે તમારા તકિયા નીચે આમાંની કોઈ એક વસ્તુ રાખવાની છે. માત્ર આ સરળ ઉપાય કરવાથી તમારી પણ કિસ્મત આપશે તમારો સાથ.
લસણની કળીઓ –
તમારા ઘરમાં વારંવાર ઝઘડા થતા હોય તથા કલેશ થયા કરતો હોય તો, તમારા તકિયા નીચે સૂતી વખતે રાખો લસણની થોડી કળીઓ. તકિયા નીચે આ વસ્તુ રાખવાના કારણે તમે ઘરમાં રહેલી નકારાત્મક ઊર્જાઓ માંથી છુટકારો મેળવી શકશો. જેને કારણે તમારા ઘરનું વાતાવરણ સકારાત્મક બનશે. તથા તમે ઘરની અંદર થતા ઝગડાઓમાંથી મુક્તિ મેળવી શકશો. જેને કારણે મા લક્ષ્મીની કૃપા બની રહેશે.
લોખંડની કોઈ વસ્તુ –
રાતે સૂતી વખતે તકિયા નીચે જો લોખંડની કોઈ વસ્તુ રાખવામાં આવે તો તે તમારી પાસે આવતી દરેક નકારાત્મક શક્તિઓને તમારાથી દૂર રાખે છે. આમ થવાના કારણે તમે હંમેશા સકારાત્મક વિચારસરણી ધરાવવા લાગસો. જેને કારણે તમે તમારા જીવનમાં સતત ને સતત આગળ વધતા રહો આ માટે કોઈપણ નાનો એવો લોકો તમારા તકિયા નીચે રાખી દેવું.
જીરૂ ની પોટલી –
જો તમે અનિદ્રાથી પીડાતા હો તો તમારા તકિયા ની બાજુમાં આખા જીરાની એક નાની પોટલી બાંધીને રાખો. આ પોટલીની સુગંધના કારણે તમને ખુબ સરસ ઊંઘ આવશે. જેને કારણે તમે દિવસ દરમ્યાન પુરી એનર્જીથી કાર્ય કરી શકશો. અને તમારી તકદીર ની ચાવી મેળવી શકશો.
દેવી-દેવતાઓને ચડાવેલા ફુલ –
મિત્રો ઘણી વખત સારી અને પૂરતી ઊંઘ ન આવવાના કારણે પણ તમે સફળતાની સીડીઓ સર કરી શકતા નથી. આ સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે રાત્રે સૂતી વખતે તમારા તકિયા નીચે દિવસ દરમ્યાન ભગવાનને ચડાવેલા ફુલ રાખો.. આ ફૂલને મનમાં સુગંધના કારણે તમારું મન શાંત થશે. અને તમને ખુબ સરસ ઊંઘ આવશે.
આમ તમારા તકિયા નીચે જો આમાં કોઈ 1 વસ્તુ રાખવામાં આવે તો થોડા દિવસોની અંદર તમે તમારું ભાગ્ય બદલી શકો છો. જ્યોતિષશાસ્ત્ર અનુસાર દરેક વસ્તુનો તમારી કુંડળી પર પ્રભાવ પડતો હોય છે. જેને કારણે ઉપર બતાવેલ આ ઉપાય કરવાથી તમે પણ સુખ-સમૃદ્ધિ અને અઢળક ધન પ્રાપ્ત કરી શકશો.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Shivani & FaktGujarati Team