માણસના જીવનમાં સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ તો ચાલતું જ રહે છે. દરેક માણસ ખરાબ પરિસ્થિતિથી ગુજરેલો હોઈ છે. દરેક લોકો એવું જરૂર ઈચ્છે છે કે તે પણ તેનું જીવન સુખી સુખી વિતાવી શકે. તે પણ તેની બધી જરૂરિયાત પૂરી કરી શાંતિપૂર્ણ જીવન જીવે. આજે અમે તમને એક એવા મંત્ર વિષે જણાવીશું જેનાથી તમારા જીવનના દુખો નો અંત આવી જશે.
ભગવાન વિષ્ણુના ૮ મો અવતાર એવા ભગવાન શ્રી કૃષ્ણનો ઉલ્લેખ ભારતના દરેક શાસ્ત્રોમાં કરવામાં આવ્યો છે. ભગવાનના નાનપણ ના પરાક્રમો અને તેમના તોફાનોની વાતો હિંદૂ શાસ્ત્રમાં આલેખાયા છે. આ તમામ શાસ્ત્રોમાં શ્રીમદભાગવતને સૌથી વધુ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ધર્મમાં જણાવ્યાનુસાર, શ્રીમદભાગવતનું પઠન કરવાથી પાપનો નાશ થાય છે. જો કે, હાલના સમયમાં કોઇ પણ વ્યક્તિ પાસે સમગ્ર ભાગવત વાંચવાનો સમય નથી.
ઉજ્જૈનના એક ખુબ મોટા જ્યોતિષાચાર્યે જણાવ્યું હતું કે, જે વ્યક્તિ ભાગવદનો પાઠ દરરોજ કરે છે તેમને જીવનમાં દરેક ક્ષેત્રે સફળતા મળે છે અને જો કોઇ વ્યક્તિ પાસે સંપુર્ણ ભાગવદનો પાઠ કરવાની અનુકૂળતા ના હોય તો માત્ર એક મંત્રનો પાઠ કરવાથી સમગ્ર ભાગવદનું ફળ પ્રાપ્ત થાય છે. આ મંત્ર નીચે મુજબ આપવામાં આવેલ છે.
मंत्र
आदौ देवकी देव गर्भजननं, गोपी गृहे वद्र्धनम्।
माया पूज निकासु ताप हरणं गौवद्र्धनोधरणम्।।
कंसच्छेदनं कौरवादिहननं, कुंतीसुपाजालनम्।
एतद् श्रीमद्भागवतम् पुराण कथितं श्रीकृष्ण लीलामृतम्।।
अच्युतं केशवं रामनारायणं कृष्ण:दामोदरं वासुदेवं हरे।
श्रीधरं माधवं गोपिकावल्लभं जानकी नायकं रामचन्द्रं भजे।।
આ મંત્રને સિદ્ધ કરવાની સંપુર્ણ વિધી નીચે મુજબ છે…
આ મંત્રને સિદ્ધ કરવા માટે સૌથી પહેલા સવારે વહેલા ઉઠીને સ્નાન કરી ચોખ્ખા વસ્ત્રો ધારણ કરીને કૃષ્ણની પૂજા કરવી જોઇએ. ત્યાર બાદ ભગવાન શ્રી કૃષ્ણની એક તસવીરને સન્મુખ રાખીને હાથમાં તુલસીની માળા રાખીને ઉપર જણાવેલ મંત્રનો જાપ હ્રદયના ભાવ સાથે કરવો જોઇએ. દરરોજ આ મંત્રનો જાપ 5 વખત કરવાથી સમગ્ર ભાગવદનું ફળ પ્રાપ્ત થાય છે.
આ મંત્રને સિદ્ધ કરવા માટે એક વાત નું ખાસ ધ્યાન રાખવું કે, દરરોજ એક જ સમયે,એક જ સ્થળ પર બેસીને ભગવાન શ્રી કૃષ્ણના આ મંત્રનો જાપ કરવો જોઇએ. આ મંત્રનો સાચા હ્રદયે જાપ કરવાથી સમગ્ર ભાગવદનું પઠન કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Shivani & FaktGujarati Team