સામાન્ય રીતે દરેક વ્યક્તિ તેના જીવનમાં અનેક મુશ્કેલીનો સામનો કરતો હોઈ છે. અમુક મુશ્કેલી એવી હોય છે જે થોડા સમય માટે હોય છે અને અમુક મુશ્કેલીઓ એવી હોય છે જે વર્ષો વર્ષ તમારો સાથ નથી છોડતી. એવામાં જો તમે પણ કોઈ મુશ્કેલી થી ઘેરાયેલા છો તો તમારી આ સમસ્યા અમુક હદ સુધી જરૂર સોલ્વ થઇ શકે છે. આજે અમે તમને અમુક ચિન્હો વિશે જણાવીશું, જેમાં કોઈ એક ને પસંદ કરી ને તમે વર્તમાન અને ભવિષ્ય વિશેની અમુક ખાસ વાત જાણી શકો છો.
સિંહ –
સૌથી પહેલું ચિન્હ છે સિંહનું. જે શૌર્ય એટલે કે તાકતનું પ્રતિક માનવામાં આવે છે. જયોતિષમાં એની તુલના સૂર્ય સાથે કરવામાં આવી છે. જો તમે સિંહ ના આ ચિન્હ ને પસંદ કર્યું છે તો તમને ભવિષ્ય અને વર્તમાનમાં અમુક વાતોનું ધ્યાન રાખવાની આવશ્યકતા છે. ભવિષ્યમાં તમારે તમારા ભાગ્ય ની સાથે સમજોતા કરવો પડી શકે છે. એ સિવાય ભવિષ્ય માં તમે કોઈ સંકટ માં ફંસાઈ શકો છો. એટલા માટે સમય રહેતા જ પોતાને ભટકવાથી રોકી લેવા. એની સાથે જ ક્યારેય આત્મવિશ્વાસ ને ડગમગવા ન દેવું. પોતાની જાત પર વિશ્વાસ કરીને આગળ વધવું.
સમય ઘડિયાળ –
આ સમય ઘડિયાળ નો ઉપયોગ આજના સમયમાં તો નહીં પરંતુ પહેલા ના સમય માં જરૂર ઉપયોગ કરવામાં આવતો હતો. આ ચિન્હથી તમારી માનસિક સ્થિતિ વિશે જાણકારી મળે છે. જો તમે આ ચિન્હ ને પસંદ કરો છો તો એનો મતલબ છે કે તમે અતીત ના કોઈ કડવી યાદ ને ભુલાવી ને આગળ વધવા માંગો છો, પરંતુ એવું કરી નથી શકતા, જણાવી દઈએ કે સારી કે ખરાબ વસ્તુ હંમેશા માટે તમારી સાથે નથી રહેતી. જો તમારી સાથે આજે સારું થઇ રહ્યું હોય તો કાલે ખરાબ પણ થશે અથવા પછી આજે તમારી સાથે ખરાબ થઇ રહ્યું હોય તો કાલે સારું થઇ શકે છે. એટલા માટે તમારા અતીત ને પૂરી રીતે ભૂલીને વર્તમાન માં જીવવું અને એને અપનાવવા ની કોશિશ કરવી. એ જ તમારી ખુશી નો મંત્ર છે.
ચન્દ્રમા –
જો તમે ત્રણેય ચિન્હોમાંથી ચંદ્રમાંને પસંદ કરો છો તો તે તમારા રહસ્યમયી વ્યવહાર ની તરફ ઈશારો કરે છે. જો તમે આ ચિન્હ ને પસંદ કર્યું હોય તો એનો મતલબ કે તમે તમારા મગજ માં કોઈ વાત જરૂર લઈને બેઠા છો. ચંદ્રમાં નું ચિન્હ પસંદ કરવાનો મતલબ છે કે કોઈ વસ્તુ તમને ખુબ જ બેચેન કરી રહી છે અને જેના લીધે તમે રાત્રે સુકુન થી સુઈ પણ નથી શકતા. એટલા માટે ખુબ જ જરૂરી છે કે તમે તમારા મન ની વાત ને લઈને કોઈ ની સાથે જરૂર શેયર કરો. એવું કરવાથી તમારા મન માં ચાલી રહેલી ઉથલ પાથલ માંથી થોડી રાહત જરૂર મળી જશે. તમારા મનની ભાવનાઓ ને કોઈ સાથે શેયર કરશો તો જ તમને શાંતિ મળશે.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Shivani & FaktGujarati Team