ગયા દિવસોમાં, ગુજરાતમાં વરરાજાના પિતા અને વહુની માતા સાથે ભાગવાની ઘટના સામે આવી હતી, જે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી. હવે નવું અપડેટ એ આવ્યું છે કે તેના બાળકોના લગ્ન પહેલા ભાગેલી દુલ્હનની માતા અને દુલ્હાના પિતા પોત-પોતાના ઘરે પાછા આવી ગયા છે. હિંમત પટેલના દીકરા અને શોભના રાવલ ની દીકરીના લગ્ન થવાના હતા, પરંતુ તેના પહેલા જ પટેલ અને રાવલ તેના નાનપણ ના પ્રેમને પસંદ કર્યો અને બંને સાથે ભાગી ગયા હતા.
પોલીસે મંગળવારે જણાવ્યું હતું કે સુરતના રહેવાસી હિંમત પટેલ (43) અને નવસારી ની શોભના રાવલ (42) ગઈ 10 જાન્યુઆરી એ લાપતા થઈ ગયા હતા. અધિકારી એ જણાવ્યું કે ‘પટેલ ના છોકરાને રાવલની છોકરી સાથે આગલા મહીને લગ્ન કરવાના હતા.’ ૧૦ જાન્યુઆરી એ લાપતા થયા બાદ, પટેલ અને રાવલ 26 જાન્યુઆરી એ સુરત અને નવસારી પોલીસ સામે હાજર થઈ ગયા. આ દરમ્યાન આ બંને મધ્ય પ્રદેશના ઉજ્જેન માં રોકાયા હતા.
નવસારીના પોલીસ અધિક્ષક ગિરીશ પંડ્યાએ જણાવ્યું હતું કે રાવલના પતિએ તેને પાછી લેવા ના પાડી દીધી છે, એટલા માટે તે તેના પિયર ચાલી ગઈ છે. જણાવી દઈએ કે જ્યારે બંને પક્ષના પરિવારો ફેબ્રુઆરીના બીજા અઠવાડિયામાં થવાવાળા લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત હતા, ત્યારે પટેલ અને રાવલ 10 જાન્યુઆરીએ ભાગી ગયા હતા.
પટેલ (43) સુરતના કતારગામ વિસ્તારનો રહેવાસી છે, જ્યારે રાવલ (૪૨) નવસારી જિલ્લાના વેજલપોરની રહેવાવાળી છે. તેની શોધખોળ માટે તેના એક સંબંધીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પરિવારે દાવો કર્યો હતો કે પટેલ અને રાવલ બાળપણથી જ એક બીજાને ઓળખતા હતા. બંને પહેલા કતારગામમાં એક જ આવાસમાં રહેતા હતા અને ત્યારબાદ રાવલ તેના લગ્ન બાદ નવસારી ચાલી ગઈ.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Shivani & FaktGujarati Team