આ એક સરળ ઉપાય અપનાવશો તો તમારે ક્યારેય વાહનનો આકરો દંડ ભરવો નહીં પડે…

ભારત દેશમાં કાયદા એટલા બધા છે કે કોઇપણ માણસ પર કોઈ ને કોઈ નિયમ લાગુ પડતો હોય છે. થોડા સમય પહેલા હેલ્મેટના કાયદાએ સમગ્ર ગુજરાત અને ભારતનું વાતાવરણ ગરમ રાખ્યું હતું અને હજુ એક થી એક નવાનવા કાયદાઓ લાગુ પડતા જ જાય છે. પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આજના લેખમાં અમે એવા ઉપાય વિષે જણાવવાના છીએ જેનાથી તમને એકવાર પણ ટ્રાફિક નિયમના ભંગ બદલ મેમો આવશે નહીં મતલબ કે તમારે આરટીઓનો ક્યારેય દંડ ભરવો નહીં પડે.

ઘણા ભૂલથી ટ્રાફિક નિયમને અનુસરતા ભૂલી જાય છે ત્યારે એ દંડ ભરવાપાત્ર ગણાય છે, પણ એથી આગળ વિચારીને આપણે અમુક ઉપાય અજમાવીએ તો દંડ ભરવાથી છુટકારો મેળવી શકીએ છીએ. તો ચાલો, તમને જણાવી દઈએ એવા ઉપાયો – જેનાથી તમારે ક્યારેય ટ્રાફિક નિયમના ભંગ બદલ દંડ નહીં ભરવો પડે.

અગત્યના કાગળોનું લીસ્ટ :

  • વાહનનો રજીસ્ટર કાગળ(આરસી બુક)
  • પીયુસી
  • વીમો
  • આધાર કાર્ડ
  • ડ્રાઈવીંગ લાયસન્સ

અહીં જણાવેલા કાગળોની ઝેરોક્ષ કરાવીને સાથે રાખવા જોઈએ. ઈમરજન્સી વખતે કે પછી અન્ય કોઈ જગ્યાએ આ કાગળો કામ આવી શકે છે. વાહનને હંકારવા સાથે વાહનને લગતી નિયમોની પણ પૂરી જાણકારી હોય તો કોઇપણ વ્યક્તિ તમને દંડ કરી શકે નહીં.

આ ઉપાયથી ક્યારેય દંડ નહીં આવે :

ઘણા લોકો પાસે બધા કાગળો તૈયાર હોય છે પણ બને છે એવું કે ઉપર જણાવેલ કાગળોમાંથી કોઈ એક કાગળ ખિસ્સામાં હાજર હોતો નથી જેને કારણે ટ્રાફિક પોલીસ દંડ કરે છે અને ઘરે મેમો મોકલી દે છે. પણ તમે આ ઉપાધીમાંથી આરામથી છૂટી શકો છો.

બધા કાગળો હવે સાથે લઈને ફરવાની જરૂર નથી કારણ કે સરકાર દ્વારા એક પહેલ કરવામાં આવી છે મતલબ કે ડીજીટલ યુગમાં ડીજીટલ ફેસેલીટી કરવામાં આવી છે.

મોબાઈલમાં ‘ડીજી લોકર’ અને ‘પરિવહન’ જેવી એપ્લીકેશન સાથે આરટીઓએ હાથ મિલાવ્યો છે જેને કારણે લોકોની તકલીફને હળવી કરી શકાય. તમારે તમારા બધા કાગળોની યાદી આ એપ્લીકેશનમાં સેવ કરી દેવાની છે અને જરૂર પડે ત્યારે એ એપ્લીકેશનમાંથી ઉપયોગ કરવાનો છે.

ટ્રાફિક પોલીસ પણ આ એપ્લીકેશનમાં સેવ કરેલ બધા કાગળોને માન્ય રાખે છે અને તમને બધા કાગળો સાચવવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે. આ લેખ અમુક લોકોને કામ આવે એવો છે કારણ કે મોટાભાગના લોકોને આ જાણકારી હજુ સુધી નથી મળી.

એક અગત્યની વાત એ પણ જણાવી દઈએ કે, હંમેશા ખિસ્સામાં આધાર કાર્ડની કલર ઝેરોક્ષ પણ રાખવી જોઈએ જેથી જરૂર પડે ત્યારે ઉપયોગમાં લઇ શકાય. અમુક વખતે પોલીસ પણ આઈડી માટે આધાર કાર્ડ માંગી શકે છે તો એ વખતે પણ ખિસ્સામાં રાખેલ ઝેરોક્ષ કામ આવી શકે છે.

આ મુદ્દાઓ એકદમ સરળ છે પણ આ કાર્યથી આરટીઓના દંડથી બચી શકાય છે અને તમે આખા શહેરમાં ગમે ત્યાં ફરતા હોય તો પણ તમને કોઇપણ વ્યક્તિ કે પોલીસ દંડ કરી શકે નહીં.

આશા છે કે આજની જાણકારી તમને પસંદ પડી હશે. આવી જ અગત્યની જાણકારી મેળવવા માટે “ફક્ત ગુજરાતી” ફેસબુક પેજ સાથે જોડાયેલા રહેજો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author  : Ravi Gohel

Leave a Comment