લક્ષ્મીજીની પૂજા કરતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખજો…

મનુષ્યના જીવનમાં લક્ષ્મીનું બહુ મૂલ્ય છે. લક્ષ્મી એટલે કે ઘન-સંપતિ અને આર્થિક સુખ. જે વ્યક્તિને લક્ષ્મીજીની કૃપા થાય છે તેને જીવનમાં ચારચાંદ લાગી જાય છે અર્થાત્ જીવન આખું જગમગતું થઇ જાય છે. પણ લક્ષ્મીજીની કૃપા આસાનીથી પ્રાપ્ત થતી નથી. લક્ષ્મીજીના આશીર્વાદ મેળવવા માટે અમુક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું પડે છે.

લક્ષ્મીજીના આશીર્વાદ આવી રીતે મેળવો :

લક્ષ્મીજીની પૂજા-અર્ચના કરવાથી લક્ષ્મીજીની અપાર કૃપા વરસે છે. પણ આ કર્મ આસાન નથી. લક્ષ્મીજીને પ્રસન્ન કરવા પડે છે અને નિયમિત કર્મ કરવું પડે છે ઉપરાંત પૂજા કરતી વખતે અમુક બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડે છે નહીંતર શુભ ફળ મળતું નથી. લક્ષ્મીજી નારાજ પણ થઇ શકે છે.

લક્ષ્મીપૂજા કરતી વખતે વખતે આ બાબતોનું ધ્યાન રાખો :

(૧) જે ઘર કે ઓફીસની અંદર સાફ-સફાઈ તેમજ શુદ્ધ વાતાવરણ હોય છે ત્યાં જ માતા લક્ષ્મીનો વાસ થાય છે. એટલે ખાસ – લક્ષ્મીજીના આશીર્વાદ મેળળવા માટે સફાઈ રાખવી જરૂરી છે.

(૨) લક્ષ્મીજીની પૂજા કરતી વખતે સફેદ ફૂલ ચડાવવા નહીં. લાલ ગુલાબ કે લાલ કમળથી ફૂલ દ્વારા પૂજા કરવી. લાલ રંગ શુભ ગણાય છે અને માતા લક્ષ્મીને પણ અતિપ્રિય છે.

(૩) લક્ષ્મીપૂજા કરતી વખતે તુલસીનો ઉપયોગ ન કરવો. તુલસી ભગવાન વિષ્ણુને પ્રિય છે. ભગવાન વિષ્ણુની પૂજા તુલસીથી કરી શકાય છે પણ લક્ષ્મીજીની પૂજા તુલસીના પાનથી ન કરવી જોઈએ.

(૪) લક્ષ્મીજીનું પૂજન કરતી વખતે ડાબી બાજુ દીવો ન રાખવો જોઈએ. ફૂલ પણ ચરણોમાં ચડાવવા.

(૫) લક્ષ્મીજી વિષ્ણુ ભગવાનના પત્ની છે એટલે જયારે લક્ષ્મીપૂજા કરો ત્યારે વિષ્ણુ ભગવાનની પૂજા પણ કરવી જોઈએ.

આ પાંચ વાતોનું ખાસ ધ્યાન રાખવાથી લક્ષ્મીપૂજા હંમેશા શુભફળદાયી નીવડશે. કોઇપણ ધાર્મિક કર્મને યોગ્ય રીતે કરવાથી શુભ ફળ મળે છે અને કરેલ કર્મનું ફળ જલ્દીથી પ્રાપ્ય થાય છે. યોગ્ય રીતે દેવી કે દેવતાઓની પૂજા કરવામાં આવે તો ભગવાન જરૂરથી પ્રસન્ન થાય છે.

અન્ય ધાર્મિક માહિતી જાણવા માટે જોડાયેલા રહેજો “ફક્ત ગુજરાતી”ના ફેસબુક પેજ સાથે અહીં તમને વિશેષ માહિતી મળતી રહેશે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohel

Leave a Comment