સમય બદલાય જાય છે, દુનિયા બદલાય જાય છે પણ અમુક વ્યક્તિઓ એવા હોય છે જે ક્યારેય બદલાતા નથી. એમાંના લીસ્ટમાં એક નામ છે વૃંદા નામની આ મહિલાનું. ઇન્દોરમાં રહેતી આ મહિલાનું કામ જોઇને હરકોઈ તેને સેલ્યુટ કરે છે. આ મહિલા લોકોમાં જાગૃતિ ફેલાવવા માટેનું કામ કરે છે. લોકોને નવી માહિતી આપવાનું કામ કરે છે અને લોકોને જાગૃત કરે છે.
પહેલી દ્રષ્ટિએ કદાચ તમને એવું થતું હશે કે ૫૮ વર્ષની આ મહિલા પૈસા કમાવવા કે પછી નામ બનાવવા માટે આ કાર્ય કરતી હશે પણ સત્ય એવું છે કે આ મહિલાએ તેની આખી જિંદગીને લોકો માટે અર્પણ કરી દેવાનું નક્કી કરી લીધું છે.
આ મહિલા શું કાર્ય કરે છે?
વિદેશી લોકો અને ભારત બહારના અન્ય દેશના વાહનો માટેના નિયમો જાણીને આ મહિલા ખૂબ પ્રભાવિત થઇ. વૃંદા નામની આ મહિલાએ ભારતમાં રહીને ભારતના લોકોને ટ્રાફિકના નિયમોની જાણકારી આપવાનું નક્કી કર્યું છે. ત્યાર પછી આ કામ એ અવિરતપણે કરી રહી છે. દરરોજ તેના જીવનનો અમૂલ્ય સમય લોકોમાં જાગૃતતા લાવવા માટે કરે છે.
દરરોજ સાંજે ૪ થી ૬ વાગ્યા સુધી વૃંદા નામની આ મહિલા લોકોને રસ્તા પર જ ટ્રાફિકના નિયમો સમજાવે છે. ચાર ચોકમાં વચ્ચે આ મહિલા ઉભી રહે છે અને સિગ્નલ બંધ હોય ત્યારે લોકો પાસે જઈને તેને ટ્રાફિકના નિયમોની જાણકારી આપે છે. ઇન્દોર શહેરમાં રોજ આ કામ કરવા માટે વૃંદાએ બીડું ઝડપ્યું છે એટલે જ રોજ એક કલાક વિજયનગર અને એક કલાક સયાજી ચોકમાં ટ્રાફિકના નિયમો તોડનાર વ્યક્તિને ટ્રાફિકના નિયમોની જાણકારી આપે છે.
વૃંદા ચાર વર્ષ પહેલા કેલીફોર્નીયા ગઈ હતી ત્યાંથી જે ખુબ પ્રભાવિત થઇ અને ટ્રાફિકના નિયમોને લોકો સમજતા થાય એવું કોઈ કાર્ય કરશે એવું નક્કી કર્યું હતું. તેને એવું થયું કે ફોરેનના લોકો એકદમ કડક રીતે ટ્રાફિકના નિયમોનું પાલન કરે છે તો પછી ભારત કેમ પાછળ રહે!!
તેને મનોમન ત્યાંથી જ નિશ્ચિત કર્યું અને એ કારણેજ આજે તે મફતમાં લોકોને ટ્રાફિકના નિયમોની જાણકારી આપવાનું કેમ્પયન ચલાવે છે.આ કાર્યમાં તેનો પરીવાર પણ સાથે જોડાયેલ છે. વૃંદાની ત્રણ દીકરીઓ છે એ ત્રણેય આ કાર્યમાં તેની મમ્મીને સપોર્ટ કરે છે. સાથે વેલ સેટ એવું આખું ફેમેલી લોકોને મદદરૂપ થવાનું ક્યારેય ભૂલતું નથી.
વૃંદા નામની ૫૮ વર્ષની આ મહિલાની મોટી દીકરી દિવ્યા સિંગાપુરમાં ઇન્ડીયન એમ્બેસીમાં કાર્યરત છે. બીજી દીકરી નિકિતા સિવિલ જજ છે તેમજ નાની દીકરી પરિધિ કમર્શિયલ ટેક્સ ઇન્સ્પેકટર છે. વૃંદાના પતિ BSNILના નિવૃત કર્મચારી છે.
૫૮ વર્ષની વય હોવા છતાં જોશથી ભરેલ કાર્ય કરવા માટે અને લોકોના જ્ઞાનમાં વધારો કરવા માટે આ મહિલાને વંદન છે. ખરેખર વૃંદા નામની મહિલાને વંદન છે…
અવનવી માહિતી તમારી ફેસબુકમાં મેળવવા માટે “ફક્ત ગુજરાતી” ફેસબુક પેજને લાઈક કરી લો અને તમારા મિત્રો સાથે પણ આ માહિતીને શેયર કરજો.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Ravi Gohel