ફિલ્મીદુનિયા વિશાળ છે અને નામ યાદ ન રહી શકે એટલા કલાકારો આ દુનિયા સાથે સંકળાયેલા છે. આજના લેખમાં તમને બહુ જ રસપ્રદ માહિતી મળવાની છે કારણ કે અમે તમારા માટે સ્પેશિયલ માહિતીને એકથી કરીને આ લેખને તૈયાર કર્યો છે.
ચાલો, આજ જાણીએ બોલીવૂડ વિશેના રોચક તથ્યો :
(૧) ફિલ્મ દુનિયા સાથે મિથુન ચક્રવતી જોડાયા એ પહેલા એક નક્સલી હતા. મિથુન માર્શલ આર્ટમાં બ્લેક બેલ્ટ પણ છે. એ કારણે તે કોઇપણ રોલ સારી રીતે નિભાવી શકે છે.
(૨) અમિતાભ અને અભિષેક બચ્ચનનું નામ બીનીસ બુક રેકોર્ડમાં નોંધાયું છે કારણ કે આ પિતા-પુત્રની એક એવી જોડી છે જેને ‘પા’ ફિલ્મમાં પણ પિતા અને પુત્રનો રોલ કર્યો હતો.
(૩) શોલે ફિલ્મનો ફેમસ ડાયલોગ ૪૦ વખત રીટેક થયો હતો ત્યાર બાદ ઓકે થયો હતો એટલે આજેય લોકોને એ ડાયલોગ યાદ છે. “કિતને આદમી થે?”
(૪) બોલીવૂડ અભિનેત્રી રેખા કોઇપણ ફંક્શનમાં જાય ત્યારે ડાર્ક રેડ અને ચોકલેટી કલરની લીપ્સ્ટીક લગાડીને જ જાય છે.
(૫) ફિલ્મ સત્યમ-શિવમ-સુન્દરમ્ આવ્યું ત્યારે તેના ફિલ્મ નિર્દેશકે ફિલ્મ રીલીઝ થયું ત્યાં સુધી શરાબ અને માંસ છોડી દીધું હતું.
(૬) અત્યાર સુધીની જેટલી પણ ફિલ્મ છે એમાંથી ‘લગાન’ ફિલ્મની અંદર સૌથી વધુ વિદેશી એક્ટર્સ હતા.
(૭) ‘મેરા નામ જોકર’ અને ‘સંગમ’ એવી બે ફિલ્મ છે જેમાં બે ઇન્ટરવલ્સ છે.
(૮) અનીલ કપૂર જયારે મુંબઈ આવ્યા ત્યારે રાજ કપૂરના ગેરેજમાં કામ કરતા હતા ત્યાર બાદ તેને ફિલ્મી ક્ષેત્રે ઝંપલાવ્યું.
(૯) “દેવિકા રાની” પહેલી એવી અભિનેત્રી છે જેની પાસે ફિલ્મ નિર્માણ કરવાની ડીગ્રી છે. તેને મહામહેનતે આ ડીગ્રીને હાંસિલ કરી હતી.
(૧૦) અમિતાભ બચ્ચનની એક ખાસિયત એવી છે કે એ ફિલ્મના શુટિંગ વખતે ચોકીદારની પહેલા પહોંચી જાય છે.
(૧૧) ‘ઈજ્જત’ બોલીવૂડની એકમાત્ર એવી ફિલ્મ છે જેમાં જય લલિતાએ કામ કર્યું હતું.
(૧૨) સૌથી વધારે એવોર્ડ જીતી ચુકી હોય એવી ફિલ્મ ઋતીક રોશનની “કહો ના પ્યાર હૈ” છે. આ ફિલ્મને ૯૨ વખત એવોર્ડ મળ્યા છે.
આથી વિશેષ બોલીવૂડ અને ફિલ્મીજગતની અન્ય માહિતી વાંચવા માટે જોડાયેલા રહો અમારી સાથે. ગુજરાતી ભાષાનું અને ગુજરાતી લોકોનું મનગમતું ફેસબુક પેજ એટલે “ફક્ત ગુજરાતી…”
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Ravi Gohel