
નાળીયેરને સંસ્કૃતમાં શ્રીફળ કહે છે. શ્રીફળ એટલે કે ભગવાનનું ફળ. દરેક ધાર્મિક કાર્યમાં લગભગ શ્રીફળની યાદી પહેલા હોય છે. શ્રીફળની અમુક લોકો ટેક પણ લેતા હોય છે અને ભગવાન તેની માનની મુરાદ પૂર્ણ પણ કરે છે. એથી વિશેષ – શું તમે જાણો છો કે શ્રીફળ કિસ્મત બદલી શકે છે. કેવી રીતે? આ પ્રશ્નના જવાબ માટે વાંચો નીચેનો પેરેગ્રાફ…

હિંદુ ઘર્મ સંસ્કૃતિમાં શ્રીફળને સર્વોચ્ચ સ્થાન મળ્યું છે. પૂજા-વિધિ થી માંડીને દરેક શુભકાર્યોમાં શ્રીફળની ગણના સૌ પ્રથમ કરવામાં આવે છે. નાળીયેર માણસમાં શરીરના આકાર સાથે મેચ થાય છે. નાળીયેરની જટાને વાળ ગણીને નાળીયેરને માણસનું મસ્તિષ્ક ગણવામાં આવે છે. જો કોઈને બુરી નજર લાગી હોય તો પણ નાળીયેરની મદદથી ઉતારી શકાય છે.
મુખ્ય મુદ્દા પર વાત કરતા તમને જણાવી દઈએ કે શ્રીફળનો ઉપયોગ અમુક પ્રકારે કરવાથી ધન-ધાન્યની ક્યારેય કમી આવતી નથી. તમે પણ આ સરળ ઉપાયોને અજમાવી જુઓ.

- ધંધામાં કોઈની નજર લાગી હોય તો નાળીયેરને ચંદનના પાંચ ચાંદલા કરો અને તેને ચારે દિશામાંથી ઉતારીને તેને ચાર ચોકમાં મૂકી દો. ત્રણ દિવસની અંદર તમને રાહત થતી હોય એવું જણાઈ શકે છે.
- નાનું બાળક જો વારેવારે રોતું હોય અને જમતું ન હોય તો ઇષ્ટદેવની ટેકથી સારું થઇ શકે છે. ઇષ્ટદેવને મનોમન પ્રાર્થના કરો અને શ્રી ફળની પ્રસાદી કરવાની માનતા કરી શકો છો.

- શુભકાર્ય કોઇપણ જાતનું હોય તેની શરૂઆત કુળદેવી અથવા તમને જેના પર વધુ શ્રદ્ધા હોય એ દેવ કે દેવીના નામનું શ્રી ફળ વધેરીને આરંભ કરી શકાય છે.
- ઘરમાં ધનની કમી આવી હોય તો કોઈ ગરીબને નાળીયેરના કાચલાંની અંદર જમવાનું આપો. ત્રણ મહિના સુધી યથાશક્તિ મુજબનું આ કાર્ય તમને ફરીથી સુખી સંપન્ન કરશે.
- અગિયારસના દિવસે કુળદેવીના મંદિરે જઈને દેવીના ચરણોમાં શ્રી ફળ વધેરવાથી જિંદગીમાં ચારેબાજુથી સમૃદ્ધિ આવી શકે છે.
- જે વ્યક્તિનું સગપણ થતું ન હોય એ વ્યક્તિ જો નાળીયેર અને ગોળ હનુમાનજીના મંદિરે દર શનિવારે ભોગ રૂપે ધરે તો જલ્દીથી નવા ખુશીના સમાચાર મળી શકે છે.
- જે વ્યક્તિના મનમાં ચિંતા અને તણાવની સ્થિતિ રહેતી હોય તેને દર સોમવારના દિવસે નાળીયેર લઈને નજીકના મંદિરે જઈને દેવ કે દેવીનું ધ્યાન ધરવું ત્યારબાદ એ શ્રી ફળને એ મંદિરે જ પ્રસાદી રૂપે બધાને વહેંચી દેવું.

અહીં જણાવેલ ઉપાયથી સુખ-સમૃદ્ધિ તમારી નજીક આવશે અને ચારેબાજુ તમારી મહેક ફેલાશે. શ્રીફળથી અસફળ કામને પણ સફળ બનાવી શકાય છે. શ્રીફળ એટલે રૂબરૂ ભગવાનનું રૂપ એવું પણ કહી શકાય કારણ કે શ્રીફળમાં કુદરતે નેચરલ ફિલ્ટર વોટર ભર્યું હોય છે.
અમને આશા છે કે આ લેખ તમને ખુબ પસંદ આવ્યો હશે. આ લેખને તમારા મિત્રો સાથે પણ શેયર કરજો અને કોઈના દુઃખમાં ભાગીદાર થજો. આ લેખથી કોઈ એક વ્યક્તિને પણ ફાયદો થાય તો એનું પુણ્ય તમને પણ મળશે.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Ravi Gohel