મહાદેવનું એક ખુબ જ પ્રાચીન મંદિર, જ્યાં છે ૨૦૦ ગ્રામ વજનનો ઘઉંનો દાણો, જાણો તેનાથી જોડાયેલી વાતો

આપણો ભારત દેશ ધાર્મિક અને ચમત્કારોનો દેશ માનવામાં આવે છે. ઘણીવાર કોઈને કોઈ ચમત્કાર સાંભળવા મળી જ જાય છે. દેશભરમાં મહાદેવના ઘણા મંદિર છે. આજે અમે તમને એક એવા મંદિર વિશે જણાવીશું જ્યાં ૨૦૦ ગ્રામ વજન નો ઘઉં નો દાણો જોવા મળ્યો છે અને તે મહાભારત કાળથી અહી છે.

જો તમે તેને જોવા ઈચ્છો છો તો તેના માટે તમારે હિમાચલ પ્રદેશ માં જવું પડશે. હકીકતમાં અમે જે મંદિર વિશે જાણકારી દેવા જઈ રહ્યા છીએ તે હિમાચલ પ્રદેશના કરસોગા ઘાટી ના મમેલ ગામમાં સ્થિત છે. જેને મમલેશ્વર મહાદેવ મંદિર કહેવાય છે. જો કે હિમાચલ પ્રદેશ ની ભૂમિ માં ઘણા પ્રાચીન મંદિર મોજુદ છે તેમાંથી એક મમલેશ્વર મહાદેવ મંદિર છે, જ્યાં મહાદેવ અને દેવી પાર્વતીજી સમર્પિત છે.

આ મંદિર વિશે એવું કહેવાય છે કે આ મંદિરનો સંબંધ પાંડવોથી પણ છે, કેમકે પાંડવોએ તેના અજ્ઞાતવાસ દરમ્યાન આ ગામમાં તેનો સમય વ્યતિત કર્યો હતો. આ મંદિરની અંદર એક ધૂણો છે જેના વિશે એવું કહેવાય છે કે આ મહાભારત કાળથી નિરંતર બળી રહ્યો છે. તેના પાછળ પણ એક કહાની છુપાયેલી છે, જયારે પાંડવો અજ્ઞાતવાસ માં અહી-તહી ફરી રહ્યા હતા ત્યારે તેમણે થોડા સમય માટે આ ગામમાં રોકાવવાનો નિર્ણય કર્યો. ત્યારે આ ગામમાં એક રાક્ષસે એક ગુફામાં ડેરો જમાવ્યો હતો. ત્યાના સ્થાનીય લોકોએ રાક્ષસના પ્રકોપ થી બચવા તેની જોડે એક કરાર કર્યો હતો કે તે રોજ એક માણસ ને ત્યાં જાતે જ મોકલી દે, જેને તે પોતાનું ભોજન બનાવી શકે જેથી તે એક સાથે પુરા ગામને નષ્ટ ના કરે.

જે ઘરની અંદર પાંડવો રોકાયા હતા તે ઘરની અંદર એક છોકરાનો નંબર આવ્યો, ત્યારે તે છોકરાની માતા ખુબ રડતી હતી, જયારે છોકરાની માતા ને પાંડવોએ રડતા જોઈ તો તેણે રડવાનું કારણ પૂછ્યું, ત્યારે છોકરાની માતા એ જણાવ્યું કે આજ મારા છોકરાને રાક્ષસ પાસે મોકલવાનો છે, ત્યારે તેનો ધર્મ નિભાવતા પાંડવોમાંથી ભીમ તે છોકરાની જગ્યાએ ગયો, જયારે ભીમ તે રાક્ષસ પાસે ગયો ત્યારે તે બંને વચ્ચે ખુબ જ ભયંકર યુદ્ધ થયું, ભીમે રાક્ષસ ને મારી નાખ્યો અને ગામવાળાને રાક્ષસથી મુક્તિ અપાવી, એવું જણાવવા માં આવી રહ્યું છે કે ભીમ ની આ જીતની યાદમાં અહી અખંડ ધૂણો બળી રહ્યો છે.

આ મંદિરની અંદર એક પ્રાચીન ઢોલ છે જેના વિશે જણાવવામાં આવે છે કે તે ભીમનો છે, તે ઉપરાંત મંદિરમાં ૫ શિવલિંગ પણ ઉપસ્થિત છે, જેની સ્થાપના સ્વયં પાંડવો એ કરી હતી અને આ મંદિર માં સૌથી પ્રમુખ વસ્તુ એ છે કે ત્યાં એક ઘઉં નો દાણો છે જેને પાંડવ જણાવવા માં આવી રહ્યો છે. આ ઘઉંનો દાણો પુજારી પાસે રહે છે જો કોઈ વ્યક્તિ આ ઘઉંના દાણાના દર્શન કરવા ઈચ્છતો હોઈ તો સૌથી પહેલા પૂજારીની આજ્ઞા લેવી પડે છે અને તેનું વજન ૨૦૦ ગ્રામ જણાવવામાં આવી રહ્યું છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment