માણસોએ તેની જરૂરિયાત અને લાપરવાહીના ચાલતા પર્યાવરણને ખુબ જ નુકસાન પહુચાડ્યું છે, અથવા એમ કહીએ કે હજુ પણ ચાલુ જ છે. આ પર્યાવરણની સાથે સાથે રહેતા જાનવર અને પક્ષીઓ આપણા લીધે જિંદગીની લડાઈ લડી રહ્યા છે. આપણા દ્વારા ફેંકાયેલી વસ્તુઓ થી બીજા ઘણા પક્ષીઓ અને જાનવરો ને નુકસાન થઈ રહ્યું છે.
ઈન્ટરનેટ પર વાઈરલ આ ફોટાઓને જ જોઈ લો. આ ફોટાઓમાં એક ચકલીનું બચ્ચું સિગરેટનો બટ (પાછલો ભાગ) ખાતા નજર આવી રહ્યું છે. આ સિગરેટ બટ તેને તેની માં એ આપ્યું. આ તસ્વીરમાં સાફ દેખાઈ રહ્યું છે કે આ ચકલીનું બચ્ચું કેવી રીતે તેને ખાવાની પૂરી કોશિશ કરી રહ્યું છે. હવે વિચારો સિગરેટનું આ બટ તેના પેટમાં જશે તો તેનું શું થશે ?
આ તસ્વીરને Karen Catbird નામની એક મહિલાએ ફેસબુક પર શેર કર્યું છે. મહિલા દ્વારા શેર કરવામાં આવેલી આ તસ્વીરને અત્યાર સુધી ઘણી કોમેન્ટ મળી ચુકી છે. જે પણ આ તસ્વીરને જોવે છે તે સિગરેટ પીનારાને ધિક્કારે છે.
આ ફોટાને શેર કરતા Karen એ કહ્યું લોકોને વિનંતી છે કે જો તમે સિગરેટ પીવો છો તો તેના બટને ના ફેંકો. Karen વ્યવસાયથી એક ફોટોગ્રાફર છે. તે થોડા દિવસ પહેલા St Pete’s Beach પર ફરવા આવેલી. તે દરમ્યાન તેણે દિલ તોડી નાખે એવો નજરો જોયો. Karen નું કહેવું છે કે સમય આવી ગયો છે કે આપણે આ મામલા પર ગંભીરતાથી વિચારીએ, નહી તો એ દિવસો દુર નથી કે આપણી લાપરવાહીના લીધે આ ધરતી પરથી જાનવરોનું અસ્તિત્વ જ ખતમ થઈ જશે.
તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આ કોઈ પહેલી તસ્વીર નથી જેમાં કચરાને લીધે જાનવરોને નુકસાન થતું દેખાડવામાં આવ્યું છે. આ પહેલા પણ એવા ઘણા ફોટો વાઈરલ થઈ ચુક્યા છે જેમાં માણસના કચરા ને લીધે જાનવર, પક્ષી, માછલીઓ વગેરે તેની જાન ગુમાવી ચુક્યા છે. એટલા માટે અમારી બસ એક જ ગુજારીશ છે કે કચરાને કચરા પેટીમાં જ નાખો અને એક સારા નાગરિક હોવાનો ફરજ અદા કરો.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Shivani & FaktGujarati Team