ઘરમાં ખેંચાઈ આવશે મહાલક્ષ્મી, કોડી દ્વારા કરો આ સિદ્ધ ઉપાય

એવી ઘણી વસ્તુઓ હોઈ છે કે જેના દ્વારા તમે તમારી કિસ્મતના દ્વાર ખોલી શકો છો. જ્યોતિષ મુજબ જો તમે પૂજા પાઠ અથવા કોઈ ઉપાયમાં દેવી દેવતાઓ ની મનપસંદ વસ્તુ લાવો છો તો તેનાથી તમારું ભાગ્ય ખુલી શકે છે. આજે અમે તમને આ લેખ દ્વારા ધનની દેવી માતા લક્ષ્મીજી ની પ્રિય વસ્તુ કોડી થી જોડાયેલા ઉપાયો વિશે જણાવીશું.

તમને જણાવી દઈએ કે કોડી સમુદ્રમાંથી નીકળેલી વસ્તુ છે જે વિશેષ રૂપથી ધનની દેવી માતા લક્ષ્મીજી ની પૂજા દરમ્યાન વાપરવામાં આવે છે. પુરાણો મુજબ જોઈએ તો માતા લક્ષ્મીજી સમુદ્રમાંથી જ પ્રગટ થયેલા છે અને તેની સાથે દક્ષિણાવર્તી શંખ અને કોડી પણ નીકળી હતી.

આવો જાણીએ કોડીના આ ઉપાયો વિશે

  • જો તમે ધન લાભ પ્રાપ્ત કરવા માંગો છો તો તેના માટે તમે ૧૧ કોડી લઈ લો અને તેને પીળા હળદરવાળા રંગથી પીળી કરી નાખો ત્યારબાદ તમે આ કોડીઓને માતા લક્ષ્મીજી ની પૂજા દરમ્યાન રાખો. જયારે પૂજા સમાપ્ત થઈ જાય ત્યારબાદ આ પીળી કોડીઓને કોઈ લાલ કપડામાં લપેટીને તમારી ધન રાખવાની તિજોરીમાં રાખી લો. તેનાથી ધન પ્રાપ્તિના યોગ બનવાની સંભાવના રહે છે.
  • જો તમે તમારા જીવનમાં આગળ વધવા માંગો છો અથવા પ્રમોશનમાં અડચણો આવી રહી છે તો તેના માટે તમારે શુક્રવારના દિવસે કોઈ પણ લક્ષ્મી માતાના મંદિરે જઈ ૧૧ કોડીઓ અર્પણ કરવી અને માં ને પ્રાર્થના કરો કે તમારી બધી જ મનોકામના જલ્દી જ પૂર્ણ થઈ જાય.
  • જો તમે ઘર પરિવારમાં સુખ શાંતિ મેળવવા માંગો છો તો તેના માટે જયારે તમે નવું ઘર બનાવવા જઈ રહ્યા હોઈ ત્યારે એ સમયે નીવ ની અંદર ૨૧ કોડીઓ નાખી દો. આ ઉપાય કરવાથી ઘરમાં હમેશા સુખ શાંતિ જળવાઈ રહેશે.
  • જો તમે સારી નોકરી મેળવવા માંગો છો તો તેના માટે ઈન્ટરવ્યું પર જતા પહેલા ૭ કોડીની પૂજા કરી તેને એક લાલ કપડામાં બાંધી તમારા ખિસ્સામાં રાખી દો. આ ઉપાય કરવાથી સફળતા મળવાની સંભાવના વધુ રહે છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment