ગરીયાબંધના ઘનઘોર જંગલમાં આવેલું છે આ ચમત્કારી શિવલિંગ, જેનો ચમત્કારી રીતે વધી રહ્યો છે આકાર

જેમ કે તમે બધા જ જાણતા જ હશો કે ભગવાન શિવજીની પૂજા શિવલિંગના રૂપમાં કરવામાં આવે છે, આપણા દેશમાં એવી ઘણી જગ્યાઓ છે જ્યાં જ્યોતિર્લીંગ સ્થિત છે. કહેવાય છે કે બાર જ્યોતિર્લિંગના દર્શન માત્રથી તમામ આધિ-વ્યાધિ-ઉપાધી ટળી જાય છે અને સંસારના તમામ સુખ ભોગવી અંતે મોક્ષ ગતીને પ્રાપ્ત કરે છે. આજે અમે તમને વિશ્વના સૌથી મોટા શિવલિંગ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે ખુદમાં જ ઘણા ચમત્કારિક માનવામાં આવે છે કેમકે આ શિવલિંગ ચમત્કારિક રૂપથી દરેક વર્ષે તેનો આકાર બદલે છે.

શિવ ભક્ત શિવ મંદિરોમાં તેના જીવનની દરેક પરેશાનીઓથી છુટકારો પ્રાપ્ત કરવા જાય છે અને તેના શિવલીંગની પૂજા કરી દુખોથી છુટકારો મેળવવા માટેની પ્રાર્થના કરે છે. આજે અમે તમને છત્તીસગઢમાં સ્થિત એક એવી શિવલિંગ વિશે જણાવીશું જેની માન્યતા જ્યોર્તિલિંગની રીતે જ માનવામાં આવે છે. છત્તીસગઢમાં એક એવું શિવલિંગ છે જે ગરિયાબંધ જિલ્લામાં ભૂતેશ્વર મહાદેવ તરીકે જાણીતું છે. અર્ધનારીશ્વર પ્રાકૃત્તિક શિવલિંગ ગાઢ જંગલોમાં વસેલું છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે શિવલિંગનો આકાર દર વર્ષે વધી રહ્યો છે.

આ શિવલિંગની એક વિશેષતા એ છે કે તે કોઈએ બનાવ્યું નથી, આ પ્રકૃત્તિ નિર્મિત છે. કહેવામાં આવે છે કે આ આ શિવલિંગની એક વિશેષતા એ છે કે તે કોઈએ બનાવ્યું નથી, આ પ્રકૃત્તિ નિર્મિત છે. કહેવામાં આવે છે કે આ શિવલિંગની ઉંચાઈ દર વર્ષે માપવામાં આવે છે. સ્થાનીક લોકોનું કહેવું છે કે અત્યારે જેવું દેખાઈ રહ્યુ છે શિવલિંગ પહેલા આવું ન હતુ.

શિવલિંગનો આકાર પહેલા ખુબજ નાનો હતો થોડા વર્ષોમાં આ શિવલિમગનું કદ વધવા લાગ્યુ. લિંગની ઉંચાઈ દર વર્ષે માપવામાં આવે છે. સ્થાનીક લોકોનું કહેવું છે કે અત્યારે જેવું દેખાઈ રહ્યુ છે શિવલિંગ પહેલા આવું ન હતુ. શિવલિંગનો આકાર પહેલા ખુબજ નાનો હતો થોડા વર્ષોમાં આ શિવલિમગનું કદ વધવા લાગ્યુ. હવે આ શિવલિંગ પહેલા કરતા ખુબ જ મોટું થઈ ગયું છે અને દરેક વર્ષે તે તેનો આકાર બદલે છે.

આ મંદિરની અંદર રોજ ભક્તોની ભારે ભીડ જોવા મળે છે પરંતુ જયારે શ્રાવણ મહિનો આવે છે ત્યારે દુર દુર થી લોકો પૂજા અર્ચના કરવા આવે છે અને ભક્તોની ભારે ભીડ જોવા મળે છે.લોકોનું એવું કહેવું છે કે પહેલા આ મંદિરની જગ્યાએ એક નાનકડો ટીંબો હતો. ધીરે ધીરે તેનો આકાર બદલાવા લાગ્યો અને આજે પણ શિવલિંગનો આકાર સતત વધી રહ્યો છે. પ્રકૃત્તિ સાથે જોડાયેલ હોવાથી આ શિવલિંગનું નામ ભૂતેશ્વર મહાદેવ પડ્યુ. માન્યતા મુજબ આ શિવલિંગના દર્શન કરતા જ લોકોની બધી પરેશાનીઓ દુર થઈ જાય છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment